- કૅટ મિડલટનને10થી 15 દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે
- સફળ રહી કૅટનાં પેટની સર્જરી
- સર્જરીને લીધે કૅટના તમામ કાર્યક્રમો મોકૂફ રખાયા
બુધવારે કૅસિંગ્ટન પૅલેસે એક સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરી જણાવ્યું હતું કે વેલ્સની રાજકુમારીની પેટની સર્જરી થઈ ગઈ છે. તેઓ બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જ રહેશે. વધુમાં નિવેદનમાં કહેવાયું કે બ્રિટિશન સિંહાસનના ઉત્તરાધિકારી પ્રિંસ ઑફ વેલ્સ વિલિયમની 42 વર્ષીય પત્નીને મંગળવારે મધ્ય લંડનમાં આવેલા એક ખાનગી ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સર્જરી સફળ રહી અને આશા છે કે ઘરે આવતા પહેલા તેઓ 10થી 15 દિવસ હોસ્પિટલમાં રહેશે. મહલ તરફથી પ્રસિદ્ધ નિવેદનમાં કહેવાયું કે તબીબો કહી રહ્યા છે કે રાજકુમારીને ઈસ્ટર પછી જાહેર ફરજો પર પરત સંભાવના ખૂબ ઓછી છે. સર્જરીને લીધે તમામ કાર્યક્રમો મોકૂફ કરાયા છે.
કૅસિંગ્ટન પૅલેસે આગળ જણાવ્યું કે, રોયલ હાઈનેસ પર હજી માત્ર અપડેટ જાણકારી જાહેર કરશે. આશા છે કે જનતા તેમના બાળકો માટે સામાન્ય સ્થિતિ બનાવવા તેમની ઈચ્છાને સમજે. અને તેઓની ઈચ્છા છે કે વ્યકિતગત સારવાર જાણકારી ખાનગી રહેશે. ઉપરાંત લોકોની માફી પણ માગી છે. કારણ કે સર્જરીને લીધે આગળ યોજાનારા તમામ કાર્યક્રમો ને મોકૂફ કરવા પડયા છે. તે ઓ જેટલા જલ્દીથી તંદુરસ્ત થઈને પરત આવવાની આશા છે.


