- સી.જે.ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
- વિજાપુરથી ધારાસભ્ય છે સી.જે.ચાવડા
- સી.જે.ચાવડા 4 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે
ગુજરાતમાં વધુ એક ધારાસભ્યે રાજીનામું આપ્યું છે. જેમાં સી.જે.ચાવડાએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. સી.જે.ચાવડા વિજાપુરથી ધારાસભ્ય છે. તથા સી.જે.ચાવડા 4 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાઈ શકે છે. તેમજ 5000 કાર્યકરો સાથે સી.જે.ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે.
વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપે તો સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે
અગાઉ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તથા અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સી.જે.ચાવડાની 65 વર્ષ ઉંમર છે. તેમજ હાલ કોંગ્રેસના દંડક તરીકે વિધાનસભા ગૃહમાં જવાબદારી અપાઇ હતી. અગાઉ સરકારમાં ડેપ્યુટી કલેકટર રહી ચુક્યા છે. ઉત્તરાયણ પુરી થયા બાદ ફરી એકવાર રાજીનામાનો દૌર શરૂ થયો છે, હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, રાજકોટ કોંગ્રેસમાં વધુ એક ભંગાણના સમાચાર સામે આવ્યા છે. 182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને વધુ એક ધારાસભ્ય રાજીનામું આપતા તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 16નું થઈ ગયું છે.
ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પટેલે તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું આપ્યુ
ધોરાજી તાલુકા પ્રમુખ અલ્પેશ પટેલે રાજીનામું ધરી દીધુ છે. મળતી મહિતી પ્રમાણે, રાજકોટમાં ફરી એકવાર કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ભંગાણ શરૂ થયુ છે. હાલમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ તુટવાના સમાચાર સામે આવ્યા છે. ધોરાજીમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યુ છે. ધોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખનુ રાજીનામુ સામે આવ્યુ છે. સુપેડીમાં રહેતા અને ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પટેલે રાજીનામું આપ્યુ છે. ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પટેલે તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું આપ્યુ છે.


