- વીંછીયામાં કરાઇ અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી
- બાળકોએ ભજવ્યા શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણ સાહિતના પાત્રો
- ભગવાન શ્રી રામના પ્રચંડ નારાથી વીંછીયા પંથક ગુંજી ઉઠ્યું
રાજકોટના વીંછીયામાં શ્રી ઉમિયા શૈક્ષણિક સંકુલ દ્વારા વિદ્યાર્થીઓ ભગવાન શ્રીરામ માતા જાનકી લક્ષ્મણ, ભરત, હનુમાનજી અને વાનર સેના સહિતના બાળકોને પાત્ર પહેરાવી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી વીંછીયા પંથકમાં ભગવાન શ્રી રામના નારાથી વીંછીયા પંથક ગુંજી ઉઠ્યું હતું. મહંત શ્રી108 મહા મલેશ્વર શ્રી કનૈયા ગીરી બાપુના હસ્તે દીપ પ્રગટાવીને શોભાયાત્રાનો શરૂ કરવામાં આવી.
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉસત્વ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, વીંછીયામાં વીંછીયા તાલુકા ભાજપ પૂર્વ મહા મંત્રી અને ઉમિયા શિક્ષણ સંકુલના સંચાલક ભૂપતભાઈ કેરાળિયા દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને વીંછીયા વીંછીયા ભાજપ આગેવાનો અને અને ગ્રામજનો ભગવાનની શોભાયાત્રા જોડાયા હતા.

વીંછીયામાં ભગવાન શ્રી રામની અનોખી શોભાયાત્રા કાઢવામાં આવી અને વિદ્યાર્થીઓ દ્વારા ભાગવાનના પાત્ર પહેરાવી અને દેશી ઢોલ અને ડીજે સાથે ભગવાન શ્રી રામના નારા લગાવતા આનંદ મય વાતાવરણ જોવા મળ્યું હતું.


