- આજે સવારે અયોધ્યામાં સવારે 6 વાગે તાપમાન 8 ડિગ્રી રહ્યું
- આખા દિવસ દરમિયાન તાપમાન 7થી 16 ડિગ્રી રહેવાનું અનુમાન
- આજે દિવસે વિઝિબિલીટી 1000-1500 મીટરની વચ્ચે રહેશે
વર્ષોના તપ બાદ આખરે સોમવારે પ્રભુ શ્રીરામલલા પોતાના ભવ્ય અને નવા દિવ્ય મહેલમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે. આ સમયે અયોધ્યાની સીઝન જાણે કે રામનું સ્વાગત કરી રહી છે. અયોધ્યામાં આજે સવાર જલ્દી થઈ છે. રામનગરીમાં આજે ધુમ્મસ જોવા મળ્યું નહીં. અહીં સવારે 6 વાગે વિઝિબિલિટી 1200 મીટર જેટલી નોંધાઈ હતી.
અયોધ્યામાં સવારે 6 વાગે તાપમાન 8 ડિગ્રી નોંધાયું
આવનારા કેટલાક કલાકોમાં તાપમાન અને વિઝિબિલિટીમાં થોડો ઘટાડો થવાની આશા છે, આ પછી ફરીથી સુધારો થઈ શકે છે. હવામાન વિભાગના અનુસાર અયોધ્યામાં આજે કોલ્ડ ડેની સ્થિતિ છે. આજે ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી અને અધિકતમ તાપમાન 16 ડિગ્રી રહી શકે છે.
મંગળવારે પણ કોલ્ડ ડેની સ્થિતિ
અયોધ્યામાં આવતીકાલે મંગળવારે કોલ્ડ ડેની સ્થિતિ રહેશે અને સાથે દિવસનું તાપમાન 15-17 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. સવારના સમયે ધુમ્મસની સંભાવના છે. અહીં દૃશ્યતા 100 મીટર ઓછી રહી શકે છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના સમયે બપોરે લગભગ 12 વાગે 1000-1500 મીટરની વચ્ચે વિઝિબિલિટી રહે તેવું અનુમાન છે.
અયોધ્યામાં ઉત્સવ જેવો માહોલ
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને સીએમ યોગી સહિત સંત સમાજ અને અતિ વિશિષ્ટ લોકોની ઉપસ્થિતિમાં રામલલાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે. અયોધ્યા નગરીને હજારો ક્વિન્ટલ ફૂલોથી દુલ્હનની જેમ સજાવાઈ છે. અવધપુરીમાં ઉત્સવનો માહોલ છે. સૂર્યવંશની રાજધાની અયોધ્યા ધામ પૂરા દેશમાં મંદિરોમાં રામ સંકીર્તન અને રામ ચરિત માનસનો પાઠ થઈ રહ્યો છે.


