- યુવતીના મેસેજનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ
- મહિલા કર્મચારીનો મેસેજને લઈ બોસના ઘરમાં ઝઘડા ચાલુ થયા
- જો કે બોસે પણ એવો વળતો જવાબ આપ્યો કે યુવતી પણ વિચારતી રહી
આજકાલ આપણે સોશિયલ મીડિયા પર ઘણીબધી ચીજો જોતા હોઈએ છીએ. જે વાયરલ થતું હોય છે એમાં તો કંઈક વીડિયો કંટેટ હોય છે જેમાં આપણને હસાવવાનો પ્રયાસ કરાતો હોય છે અથવા કોઈ પ્રતિભા દર્શાવી આપણું દિલ જીતવાનો પ્રયાસ કરાય છે. જો કે ઘણીવાર માત્ર એક સ્ક્રિન શોટ જ આપણને હસવા મજબૂર કરી દેતા હોય છે. તો ચાલો આજે એક એવો વાયરલ મેસેજ બતાવીએ.
ઓફિસ અથલા કૉલેજથી રજા લેવાની હોય તો લોકો કેવા ક્રિએટિવ બહાના શોધતા હોય છે. કોઈ મૃત્યુ પામેલા સંબંધીના મોત પર આંસુ સારવા ખોટી રજા માંગતા હોય છે તો કોઈ નાની-મોટી બીમારીને એટલી મોટી કહીને રજા લઈ ઘરે જતા હોય છે. જો કે આ વખતે એક યુવતીએ પોતાના બોસને કંઈક એવો મેસેજ કરીને રજા માંગી કે તેના ઘરમાં કલેશ થઈ થઈ ગયો. આ ઘટના ખૂબ રસપ્રદ છે.
‘બોસ હું ગર્ભવતી છું’
જાણીતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક સ્ક્રીનશોટમાં બોસ અને તેની એક મહિલા કર્મચારીની વચ્ચેની વાતચીત છે. આમાં યુવતી પોતાના બોસ પાસે બે-ચાર દિવસની રજા માંગી રહી છે, પરંતુ તેનું કારણ એટલું ખતરનાક છે કે બોસના ઘરમાં પણ બબાલ મચી ગઈ છે. શરૂઆતમાં યુવતી કહે છે હાય બોસ, જવાબ મળે છે હા..અને અહીંથી યુવતીએ ભયંકર ટર્ન લીધો. બોસ હું પ્રેગન્નટ છું. આની પર બોસ મૂંઝવણમાં મૂકાઈ જાય છે અને એક પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. મહિલા કર્મચારી જણાવે છે કે આ વાતની ચર્ચા કરવા કેટલાક દિવસની રજા જોઈએ છે. તો પ્લીઝ આને એપ્રુવ આપશે.
બોસનો જવાબ પણ કમાલનો..
જ્યાં સુધી યુવતી કંઈ વધુ કહે બોસની તરફથી જવાબ આવે છે, ‘પહેલા તું આ વાત મારી પત્ની સાથે ડિસ્કસ કર. જેને તારો મેસેજના શરૂઆતનો હિસ્સો વાંચ્યો છે. તું આ બધુ એકલાઈનમાં શા માટે નથી લખતી?’ હવે તમે જ સમજી શકો છો કે, એક સ્ક્રિનશોટ જોઈ એ શખ્સની શું હાલત થઈ હશે. આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર એક just_crazy_thingss નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી હતી. જેની પર લોકોએ ભરપૂર કોમેન્ટનો મારો ચલાવ્યો હતો. એક યૂઝરે લખ્યું કે, ”યુવતી ખૂબ ચાલાક છે. હવે બોસની પાસે રિજેક્ટ કરવાનો કોઈ વિકલ્પ નથી.” જ્યારે બીજા એક યૂઝરે લખ્યું કે, ”યુવતીની નોકરી અને બોસ બંને ગયા.”


