- આજે થઈ Oscars 2024 માટેના નૉમિનેશન્સની જાહેરાત
- ટૂ કીલ અ ટાઈગર બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ
- ઝારખંડના ગેંગરેપ કેસ પર આધારિત છે આ ડોક્યુમેન્ટરી
ભારત આધારિત ડોક્યુમેન્ટરી ફીચર ટૂ કીલ અ ટાઈગરને 96માં ઓસ્કારમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. મંગળવારે 23 જાન્યુઆરીના રોજ નામાંકનોની જાહેરાત કરવામાં આવી હતી.
ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવી ચૂકી છે તાકાત
ટૂ કિલ અ ટાઈગરનું દિગ્દર્શન દિલ્હીની નિશા પાહુજાએ કર્યું છે. હાલમાં તેઓ ટોરોન્ટોમાં રહે છે. આ ફિલ્મે અગાઉ ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં બેસ્ટ કેનેડિયન ફીચર ફિલ્મ માટે એમ્પ્લીફાઈ વોઈસ એવોર્ડ જીત્યો હતો.
આ ડોક્યુમેન્ટરી સાથે કોમ્પિટિશન
આ ફીચર ન્યાય માટે રણજીતની લડત પર કેન્દ્રિત છે, જેની પુત્રી પર ત્રણ પુરુષો દ્વારા જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. ટૂ કિલ અ ટાઈગર, પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે રણજીતની સખત લડાઈ દર્શાવે છે. આ ફિલ્મ કોર્નેલિયા પ્રિન્સિપે અને ડેવિડ ઓપેનહેમ દ્વારા નિર્મિત છે. બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચરમાં બોબી વાઇન: ધ પીપલ્સ પ્રેસિડેન્ટ, ધ એટરનલ મેમરી, ફોર ડોટર્સ એન્ડ 20 ડેઝ ઇન મેરીયુપોલ પણ નોમિનેટ થઈ છે. જીમી કિમેલની યજમાનીમાં 96માં એકેડેમી એવોર્ડ્સ 11 માર્ચના રોજ યોજાશે.
બેસ્ટ પિક્ચરની રેસમાં આ ફિલ્મો
રોબર્ટ ઓપેનહેઇમરની ભૂમિકા ભજવનાર સિલિયન મર્ફીને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નોમિનેશન મળ્યું છે. આ વર્ષના એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ચિત્ર માટે’ઓપનહેઇમર’ ની ટક્કર ‘કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન’, ‘બાર્બી’, ‘ધ હોલ્ડવર્સ’ અને અન્ય ફિલ્મો સામે થશે.


