- એજન્સીઓ કોઇ પણ જગ્યાએ ટેન્ડર ભરી શકશે નહીં
- એજન્સીઓ વાસમો અને પાણી પુરવઠાના કામો નહીં કરી શકે
- તમામ એજન્સીઓ પાસે ભવિષ્યમાં પેમેન્ટ રિકવરી કરવાની આવે તે હેતુસર પેમેન્ટ ન ચૂકવવાનું ફરમાન
મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના પગલે 111 કોન્ટ્રાક્ટરોને વાસ્મો તથા પાણી પુરવઠા હસ્તકના કામોમાં ટેન્ડર ભરી શકશે નહીંના ગાંધીનગર ઓફ્સિના આદેશોથી હડકંપ વ્યાપી ગયો છે.
લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના યુનિટ મેનેજર સહિત 7 કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિજીલન્સ ટીમને તપાસમાં સહકાર ન અપાતા ગાંધીનગરથી આદેશ કરાતા નલ સેજલ યોજનાની તપાસ આદરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કડક કાર્યવાહીને પગલે 111 એજન્સીઓને રિકવરી ભરવાની થાય તો બીજી કામગીરી નહીં કરવા દેવી અને પેમેન્ટ પણ ચુકવવું નહીં તેવા ગાંધીનગર સ્થિત કચેરીના આદેશોથી મહીસાગર જિલ્લામાં હડકંપ મચી જવા પામી છે.
સરકારના અભિગમ નલ સે જલ યોજના અંતર્ગત પ્રજાને ઘર ઘર સુધી પાણી પહોંચાડવાના અભિગમને સરકારી બાબુઓ અને ખાનગી એજન્સીઓના કોન્ટ્રાક્ટરોની મીલીભગતથી લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની ઉઠેલી ફ્રિયાદોના પગલે મહીસાગર જિલ્લા સ્થિત વાસ્મો કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા વિજીલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સહકાર ના આપી અવરોધ ઉભો કરાતા યુનિટ મેનેજર સહિત 7 કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા હતા. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો) લુણાવાડા સ્થિત યુનિટ કચેરીના કર્મચારીઓ અને ખાનગી એજન્સીઓ સાથેની મીલીભગતથી કામગીરીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરાઇ હોવાની ફ્રિયાદોના પગલે ગાંધીનગરથી અલગ અલગ ટીમો આવીને જતી રહી, પરંતુ ભ્રષ્ટાચારનો પોપળો ખુલવા પામ્યો ન હતો.
વાસ્મો કચેરીના યુનિટ મેનેજર નાકાઇ એ.જી.રાજપરા દ્વારા તાત્કાલિક અસરથી કર્મચારીઓને રજા ઉપર ઉતારી દીધા હતા. જેને કારણે આવેલ વિજિલન્સ ટીમમાં સોંપો પડી ગયો હતો. વાસ્મો કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં અસહકાર દાખાવતા આવેલ તપાસ અધિકારીઓએ ગાંધીનગર જાણ કરતા હાલ 111 કોન્ટ્રાક્ટરોને વાસ્મો અને પાણી પુરવઠાના ટેન્ડર નહી ભરવા જણાવ્યુ છે.
એજન્સીઓ કોઇ પણ જગ્યાએ ટેન્ડર ભરી શકશે નહીં
જિલ્લાની 111 એજન્સીની ટોટલ રિકવરી આવે અને ભરવાની થાય તો બીજી કામગીરી નહીં કરી શકે. તેમજ તેઓને પેમેન્ટ ચૂકવવાનું થાય તો ભવિષ્યમાં તમામ એજન્સીઓને બાકીનું પેમેન્ટ નહીં ચૂકવવાના આદેશો કરવામાં આવેલ છે. આ તમામ કોન્ટ્રાક્ટરો રાજ્યામાં કોઈપણ જગ્યાએ વાસ્તુ કે પાણી પુરવઠા કચેરીમાં પોતાનું ટેન્ડર ભરી શકશે નહીં.
પાઇપોના બિલો બીજી વખત કોમ્પ્યૂટરાઇઝડ ખોટા મુકાવામાં આવ્યા
નલ સે જલ યોજનામાં પીવીસીની પાઇપો,ગેલ્વેનાઈઝ કોક અને ઘર સુધી આપવામાં આવતા કનેક્શનની પાઇપોના બિલ એક વખત લાવી બીજી વાત કોમ્પ્યુટરાઇઝડ બિલો ખોટા મુકવામાં છે. આ બિલો, ટેસ્ટિંગ રિપોર્ટ વિગેરે તપાસવામાં આવે.
ભ્રષ્ટાચાર અંગે CBIની તપાસની માગણી
જિલ્લામાં નલ સે જલ યોજનાઓ અધૂરી છે. કેટલીક જગ્યાએ વાસ્મો કચેરી અને પાણી પુરવઠા યોજનાની કામગીરી પણ એક જ કામ ઉપર બતાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પંચાયતોના સરપંચ અને પાણી સમિતિની મીલી ભગતથી આચારવામાં આવી છે.જેના માટે સીબીઆઇની તપાસ કરાવવી જોઇએ.


