- ડીસા ગ્રામ્યના યુવાનનું પૈસા વ્યાજ સાથે વસૂલવા વ્યાજખોરોએ યુવાનનું કારમાં અપહરણ કરી નાસી છુટયા
- પૈસા માટે યુવકનો જીવ જોખમમાં મુકાય એ પહેલાં જ પોલીસે આરોપીઓને દબોચી લીધા
- આરોપીને મેસેજ મળેલ કે દિનેશ જાટ તેના માસીના ઘરે હતો
ડીસાના યાવરપુરા ગામના યુવકએ ઘરે જરૂર હોઈ વ્યાજે પૈસા લીધા હતા. જે પૈસા વ્યાજ સાથે લેવા યુવકનું અપહરણ કરી બાદમાં મારી નાખવાના ઈરાદે રાજસ્થાન લઈ જતા પહેલા જ ડીસા તાલુકા પોલીસે આરોપીઓને દબોચી લઈને યુવકને હેમખેમ છોડાવ્યો હતો.આ બનાવની વિગત એવી છે કે ડીસા તાલુકાના યાવરપુરા ગામના દિનેશ ખેંગારભાઈ જાટએ ભડથ ગામના નારણસિંહ મનુભા વાઘેલા પાસે વ્યાજે માંગતા મનુભા વાઘેલાએ તેના ભાગીદાર વિક્રમસિંહ ધનરાજસિંહ રાજપૂત રહે.યાવરપુરા પાસેથી અપાવ્યા હતા. જે રૂ.5 0 હજાર વ્યાજે લીધેલ જેના સામે ફરિયાદી દિનેશ જાટએ એક લાખ આપી દીધા હતા. તેમ છતાં હજુ રૂ.5 .5 0 લાખની માંગણી કરતા ફરિયાદી દિનેશ છેલ્લા કેટલાક દિવસથી દુકાન બંધ કરી નાસતો ફરતો હતો. ત્યારે આરોપીને મેસેજ મળેલ કે દિનેશ જાટ તેના માસીના ઘરે હતો. જેથી આરોપી કાર લઈને દિનેશ જાટના માસીના ઘરે પહોંચી દિનેશને ઉઠાવ્યો હતો અને અપહરણ કરી ખીસ્સામાં પડેલ રૂ.વીસ હજાર લઈ લીધેલ અને ડીસા એક રૂમમાં ગોંધી રાખેલ બાદમાં આરોપીઓ મારી નાખવાના ઈરાદે તેને રાજસ્થાન લઈ જવાનું આયોજન કરી રહ્યા હતા. તે દરમિયાન ફરિયાદીને ખબર પડી જતા ફરિયાદી દિનેશ જાટએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી તેના કાકાને જાણ કરી હતી. જેથી તેના કાકાએ ડીસા તાલુકા પોલીસને સંપર્ક કરતા તેઓ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી પાંચ આરોપીઓને ગાડી સાથે ઝડપી પાડયા હતા અને રૂમમાં ગોંધી રાખેલ તેને રૂમમાંથી હેમખેમ બહાર કાઢેલ. આમ ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ એસ.એમ.પટણી તેમજ પીએસઆઈ પી.એચ.જાડેજા અને પોલીસના કર્મચારીઓની સજાગતાથી અપહરણ, ધાડ, મની લેન્ડરીગ જેવા ગંભીર ગુનાને ઉકેલી આરોપીઓ તેમજ મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ આદરી છે.
ઝડપાયેલ આરોપીઓના નામ
અપહરણ બાદ હત્યાના ઈરાદે લઈ જવા પાંચ આરોપીઓ આયોજન કર્યું જે આરોપીમાં નારણસિંહ મનુભા વાધેલા રહે. ભડથ (ડીસા), વિક્રમસિંહ ધનરાજસિંહ રાજપૂત રહે યાવરપુરા, મુકેશ અમરાભાઈ ચૌહાણ રહે વીડ (સરાલ) ધાનેરા, બીજલસિંહ રજુભા વાધેલા રહે ભડથ (ડીસા), ખેમભા વીરચંદજી વાધેલા રહે.ભડથ (ડીસા) વાળાને પોલીસએ ઝડપી પાડેલ.


