- 2.75 કરોડથી વધુની અપ્રમાણસરની મિલ્કત મળી
- આવક કરતાં વધુ મિલ્કત મળતા ACBએ કરી કાર્યવાહી
- સુનિલ રાણા AMCમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો
અમદાવાદમાં AMCના કલાસ -2 અધિકારી સુનિલ રાણા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સુનિલ રાણા પાસે આવક કરતા 306% વધુ મિલ્કત મળી છે. રૂપિયા 2.75 કરોડથી વધુની અપ્રમાણસરની મિલ્કત મળી આવી છે. આવક કરતાં વધુ મિલ્કત મળતા ACBએ કાર્યવાહી કરી છે.
સુનિલ રાણા AMCમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો
સુનિલ રાણા AMCમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહપુર વોર્ડના ઈન્સ્પેકટર સુનીલકુમાર કુમુદચંદ્ર રાણા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો છે. 2010થી 2020 સુધીના 10 વર્ષમાં સુનીલકુમારની પગારની આવક રૂ.65.41 લાખ થતી હતી. જેની સામે તેમણે રૂ.2.75 કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી હતી. જેમાં પત્ની અને દીકરીના નામે 3 મકાન અને રૂ.1.50 કરોડની ફિકસ ડિપોઝિટનો સમાવેશ થાય છે.
સુનીલકુમારની કાયદેસરની આવક કરતા 306.11 ટકા વધારે હતી
આ મિલકતો સુનીલકુમારની કાયદેસરની આવક કરતા 306.11 ટકા વધારે હતી. કાયદેસરની આવક કરતાં વધારે પ્રમાણમાં મિલકતો ધરાવતા સરકારી કર્મચારી સામે ફરિયાદ થતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તથા હવે આગળ શું કાર્યવાહી થશે તેના પર સૌ ચર્ચા કરી રહ્યાં છે.


