- રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ સત્રની કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો
- માલદીવમાં વિપક્ષી પાર્ટીએ મુઇઝ્ઝુની કેબિનેટના ચાર સભ્યોની મંજૂરી અટકાવી
- વીડિયોમાં MDP સાંસદ ઈસા અને PNC સાંસદ અબ્દુલ્લા શહીમ અબ્દુલ હકીમ લડતા જોઈ શકાય
રવિવારે (28 જાન્યુઆરી) માલદીવની સંસદમાં સત્તાધારી ગઠબંધન અને વિપક્ષી સાંસદો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ સત્રની કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો હતો. આ દરમિયાન ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. એક રિપોર્ટ અનુસાર, આ ઘટના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુની કેબિનેટ માટે વોટિંગ પહેલા બની હતી. અહેવાલો અનુસાર, સંસદમાં મતદાન પહેલા, પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) અને માલદીવ્સ પ્રોગ્રેસિવ પાર્ટી (PPM) ના સરકાર તરફી સાંસદો પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના નેતૃત્વમાં માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના વિરોધમાં બહાર આવ્યા હતા. માલદીવમાં વિપક્ષી પાર્ટીએ મુઇઝ્ઝુની કેબિનેટના ચાર સભ્યોની મંજૂરી અટકાવી દીધી છે.
આ ઘટનાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો
આ ઘટનાનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં MDP સાંસદ ઈસા અને PNC સાંસદ અબ્દુલ્લા શહીમ અબ્દુલ હકીમ લડતા જોઈ શકાય છે. વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે શહીમે ઈસાનો પગ પકડી લીધો હતો, જેના કારણે તે જમીન પર પડી ગયો હતો અને પછી ઈસાએ શહીમના ગળા પર લાત મારી હતી અને તેના વાળ ખેંચી લીધા હતા. આ ઘટનામાં ઘાયલ સાંસદ શહીમને સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
<a href="http://Enter a X URL
” target=”_blank”>Enter a X URL
સરકારની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ
સત્તાધારી પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM) અને પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) એલાયન્સે વિપક્ષના આ વલણ પર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે, મંજૂરી આપવાનો ઈન્કાર કરવો એ સરકારના કામકાજમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ છે.


