- બજેટમાં ટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો
- વચગાળાના બજેટમાં કોઈ નવા ટેક્ષ નાખવામાં નથી આવ્યા
- કોર્પોરેટર ટેક્ષમાં ઘટાડો કરવામાં આવ્યો છે
બજેટ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિક્રિયા સામે આવી છે. ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે કે આજનું બજેટ નહિ નફો, નહિ નુકસાન. બજેટમાં ટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વચગાળાના બજેટમાં કોઈ નવા ટેક્ષ નાખવામાં આવ્યા નથી. જુલાઈમાં પૂર્ણ બજેટ આવશે ત્યારે સાચો ખ્યાલ આવશે.
ખેડૂતને રૂપિયાની ફાળવણી માટે ચોક્કસ આંકડો આવ્યો નથી
ખેડૂતને રૂપિયાની ફાળવણી માટે ચોક્કસ આંકડો આવ્યો નથી. લઘુ ઉદ્યોગને કયા, કેટલો ફાયદો તે અંગે સ્પષ્ટીકરણ નથી. લઘુ ઉદ્યોગને લઈ ફાયદો કરાવવામાં આવશે તે પ્રકારનું નાણાં મંત્રીએ કહ્યું છે જેમાં વચગાળાના બજેટમાં કોઈ નવા ટેક્ષ નાખવામાં આવ્યા નથી. તેથી જુલાઈમાં પૂર્ણ બજેટ આવશે ત્યારે સાચો ખ્યાલ આવશે. સોલારના માધ્યમથી સૌર ઊર્જાને વેગ આપવાનું પગલું આવકારદાયક છે. નવા ફાયદાઓ અંગે વચગાળાના બજેટમાં જોગવાઈ નથી.
કોર્પોરેટર ટેક્ષમાં ઘટાડો કરવામાં આવ્યો છે
ઉદ્યોગપતિ જયંતિ સરધારાએ જણાવ્યું છે કે કોર્પોરેટર ટેક્ષમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોર્પોરેટ ટેક્ષ 25 ટકામાંથી 22 ટકા કરવામાં આવ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રીએ આ બજેટમાં સામાન્ય લોકો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નિર્મલા સીતારમણના બજેટ ભાષણમાં ખાસ જાહેરાતથી, લોકોનું ધ્યાન તેમના બજેટ ભાષણના સમય પર હતું, કારણ કે નિર્મલા સીતારમણ અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે લોકસભામાં 2.42 કલાકનું બજેટ ભાષણ આપ્યું હતું. જો કે, ત્યારથી તેમના બજેટ ભાષણનો સમય ઘટતો રહ્યો અને આજે પણ આ રેકોર્ડ તૂટ્યો નથી. નિર્મલા સીતારમણે મોદી સરકારના વચગાળાના બજેટ 2024માં તેમનું ભાષણ 60 મિનિટમાં પૂરું કર્યું હતું.


