- પાદરા અને આંકલાવનું તંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
- પાદરાની હદ કે પછી આંકલાવ તાલુકાની હદને લઈ મામલો ગરમાયો
- પાદરા મામલતદારે 4 ડમ્પર અને હીટાચી મશીન અટકાવ્યા હતા
બામણગામ નદી કિનારા પર આવેલા સર્વે નં.460માં રેતીનું અને આજુબાજુના સર્વે નંબરમાં આણંદ જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા રેતી કાઢવાની મજૂરી આપતા મોટાપાયે હિટાચી મશીન અને ડમ્પરો દ્વારા રેતી કાઢી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની જાણ થતાં નદી કિનારે આંકલાવ અને પાદરા તાલુકાની હદને લઈ પાદરા મામલતદારની ટીમે પોલીસને સાથે રાખી રેતી ખનન અટકાવતા મામલો ગરમાયો હતો. જેને લઈ આંકલાવ અને પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પાદરા મામલતદારે 4 ડમ્પર અને હીટાચી મશીન અટકાવ્યા હતા. પાદરા મામલતદાર જિલ્લા બહાર આવી બીજા જિલ્લામાં પોતાની હદમાંથી રેતી નીકળે છે તેના આધાર પુરાવા કે હદ માપણી વિના જિલ્લા બહાર રેડ કરવાની મંજૂરી વિના રેતી ખનન પર રેડ કરવામાં આવતા મામલો ગરમાયો હતો. જોકે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા બન્ને તાલુકાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પુરાવા મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવે જેને લઈને મામલો થાળે પાડયો હતો.


