- રફ હીરાનું વેચાણ કરતી ડી-બિયર્સ કંપનીએ કરી જાહેરાત
- અમેરિકામાં ડિમાન્ડ વધી હોવાનો કંપનીનો દાવો
- જૂનો સ્ટોક પૂર્ણ થતાં રફ ડાયમંડની ડિમાન્ડમાં વધારો
સુરતના હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં રફ હીરાના વેચાણમાં વધારો થયો હોવાની જાહેરાત કરવામાં આવી છે. રફ હીરાનું વેચાણ કરતી ડી-બિયર્સ કંપનીએ જાહેરાત કરી છે. અમેરિકામાં ડિમાન્ડ વધી હોવાનો કંપનીનો દાવો છે. જૂનો સ્ટોક પૂર્ણ થતાં રફ ડાયમંડની ડિમાન્ડમાં વધારો થયો છે.
મંદીમાં ફસાયેલા હીરા ઉદ્યોગને સારા વેપારની આશા બંધાઈ
મંદીમાં ફસાયેલા હીરા ઉદ્યોગને સારા વેપારની આશા બંધાઈ છે. મંદીના વમળમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર આવ્યા છે. રફ હીરાનું વેચાણ કરતી ડી-બિયર્સ કંપનીએ જાહેરાત કરી છે. જેમાં રફ હીરાના વેચાણમાં વધારો થયો હોવાની જાહેરાત કરાઈ છે. હાલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીની પરિસ્થિતિ સુધરતી દેખાતા ઉદ્યોગકારો સારા વેપારની આશા વ્યક્ત કરી રહ્યા છે.
નવસારી હીરા ઉદ્યોગમાં અંદાજિત 400થી વધુ એકમો
ઉલ્લેખનીય છે કે નવસારી હીરા ઉદ્યોગમાં અંદાજિત 400થી વધુ એકમો આવેલા છે, જેમાં નાના તથા મોટા એકમોનો સમાવેશ થાય છે. હાલ હીરા ઉદ્યોગમાં રશિયા યુક્રેનના યુદ્ધની શરૂઆતથી અસર વર્તવાની ચાલુ થઈ હતી, જેની આડઅસર હાલ વધતી દેખાઈ રહી છે. હીરા ઉદ્યોગમાં વધારે પડતી કાચી રફ રશિયાથી આયાત કરવામાં આવતી હતી, જે હવે અન્ય જગ્યાએથી આયાત કરવામાં આવતી હોય મોંઘી પડી રહી છે. જેની સીધી અસર તૈયાર ડાયમંડની કિંમતો ઉપર પડી રહી છે. સાથો સાથ માનવસર્જિત સિન્થેટીક ડાયમંડના બજારના કારણે પણ બજારમાં 50% જેટલી અસર થઈ છે.
ઓરીજીનલ હીરાના વેપાર ઉપર મંદિની અસરો દેખાઈ રહી છે
હાલ નવસારી શહેરના રત્નકલાકારોને કેટલાક એકમોમાં એક દિવસની રજા એક દિવસનું કામ આપવામાં આવી રહ્યું છે તો ક્યાંક બે દિવસની રજા બે દિવસની કામગીરી આપવામાં આવી રહી છે તો ક્યાંક કલાકો ઘટાડી કર્મચારીઓને કામગીરી આપવામાં આવી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ પણ જવાબદાર હીરા ઉદ્યોગમાં હાલ જુના સ્થિર બજાર ભાવ સાથે કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે તથા સિન્થેટીક ડાયમંડના ઉત્પાદન અને બજારમાં ડિમાન્ડના કારણે ઓરીજીનલ હીરાના વેપાર ઉપર મંદિની અસરો દેખાઈ રહી છે.


