- માલદીવના રાષ્ટ્રપતિનું ભારત વિરોધી વલણ યથાવત્
- અગાઉ બરતરફ કરેલા ત્રણ મંત્રીઓને પરત લેવાનો પણ નિર્ણય
- ફરી એકવાર મોઈજ્જુએ ભારત વિરોધી નિર્ણય લીધો
માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી આજે પાંચ ફેબ્રુઆરી 2024 સોમવારે પ્રથમવાર મોહમ્મદ મોઈજ્જુએ સંસભમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમને 10 મે સુધી ભારતીય સૈનિકો માલદીવ છોડી દેશે તેવું કહ્યું હતું. એટલું જ નહિ ભારત વિરોધી વલણ દોહરાવતા કહ્યું કે દેશ પોતાની સંપ્રભુતામાં કોઈ બહારનો હસ્તક્ષેપની મંજૂરી નહિ આપે.
સંસદમાં ભાષણ દરમિયાન મોઈજ્જુએ કહ્યું કે ભારત અને માલદીવ એ મુદ્દે સહમત થયા છે કે ભારતીય સૈનિકો 10 મે સુધી પોતાના દેશ પરત ફરશે. ત્રણ વિમાન પ્લેટફોર્મમાંથી એક પ્લેટફોર્મને તેઓ 10 માર્ચ સુધી છોડી દેશે જ્યારે બે પ્લેટફોર્મથી તેઓ 10 મે સુધી જતા રહેશે.
માલદીવના વિપક્ષનો બહિષ્કાર
આની પહેલા માલદીવના વિપક્ષના સભ્યો ડેમોક્રેટ્સ સતત મોહમ્મદ મોઈજ્જુ સરકારનો બહિષ્કાર કર્યો હતો. તેઓ ત્રણ મંત્રીઓની નિમણૂકની ટીકા કરી રહ્યા હતા. જેને ભારતના પીએમ મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. રવિવારે રાતે એમડીપીએ એક નિવેદન બહાર પાડયું હતું. જેમાં કહ્યું હતું કે અમારો બહિષ્કાર સરકાર દ્વારા કરાયેલા કાર્યોની વખોડીએ છીએ, જે લોકતંત્રથી દૂર થતું જઈ રહ્યું છે. આની પહેલા બે પક્ષોએ ભારત વિરોધી વલણ માટે મોઈજ્જુ સરકારની આકરી ટીકા કરી હતી.


