- રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્
- રૉકેટ સિસ્ટમથી બેકરી પર ગોળીબારનો આરોપ
- ઈમારતના કાટમાળમાં હજી મૃતદેહો હોવાની આશંકા
રશિયાનો કબ્જો ધરાવતા યુક્રેની વિસ્તાર લુહાંસકમાં એક બેકરી હાઉસ પર ભીષણમાં 28 લોકોનાં મોત થયા છે. આના લીધે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. હુમલો એટલો તીવ્ર હતો કે આસપાસ ઊભી રહેલી કાર હવામાં ઉડી હતી. તો વળી આખું બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. આ હુમલામાં મોટા પ્રમાણમાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. રશિયાના ઈમરજન્સી મંત્રાલય અનુસાર તેના કર્મચારીઓએ ઈમારત પર હુમલા બાદ કાટમાળમાંથી 20 લોકોનાં મૃતદેહ બહાર કાઢયા હતા. જ્યારે સારવાર દરમ્યાન વધુ આઠ લોકોનાં મોત થઈ ચુક્યા હતા.
મંત્રાલયે અંધારામાં બિલ્ડિંગના ખંડેરમાંથી બે લોહીલુહાણ માણસોને સ્ટ્રેચર પર લઈ જતા ઈમરજન્સી કામદારોનો વીડિયો શેર કર્યો હતો. જે સ્થાન પર હુમલો થયો હતો તે સ્થાન Google નકશા પર મોસ્કોવસ્કા સ્ટ્રીટ, લિસિચાન્સ્ક પર એડ્રિયાટિક રેસ્ટોરન્ટ તરીકે ઓળખાયેલ સ્થાન સાથે મેળ ખાય છે. રોઇટર્સે ફિલ્માંકન કરાયેલ ફૂટેજની તારીખ સ્વતંત્ર રીતે ચકાસવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. યુક્રેનના અધિકારીઓએ આ ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ જણાવ્યું હતું કે હુમલા સમયે બિલ્ડિંગમાં “ડઝનેક નાગરિકો” હતા અને પશ્ચિમી હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રૉકેટ સિસ્ટમથી બેકરી પર ગોળીબારનો આરોપ
રશિયાના નિયંત્રણ હેઠળ આવેલા લુહાંસ્કના માહિતી કેન્દ્રએ જણાવ્યું કે યુક્રેને અમેરિકા દ્વારા અપાયેલા હાઈ મોબિલિટી આર્ટિલરી રૉકેટ સિસ્ટમનો ઉપયોગ કરી બેકરી પર ગોળીબાર કરાયો હતો. રશિયા તરફથી મળતી માહિતી પ્રમાણે પીડિતોની ઉંમર 35થી વર્ષની હતી. હાલ મૃતકોમાં કોઈ બાળકનો સમાવેશ નથી થતો. પરંતુ કાટમાળ ખસેડાવાની કામગીરી ચાલુ છે. આ અગાઉ મોસ્કોએ યુક્રેનના લુહાંસ્ક વિસ્તારમાં પ્રભારીની નિયુક્તિ કરેલા લિયોનિદ પાસેચનિકે જણાવ્યું કે ડઝન લોકો હજી ઈમારતના કાટમાળમાં હશે.


