- અબિયાણા,અદગામ અને ગડસઈના ગામની સીમનાં ખેતરો સુધી પાણી પહોંચતું નહીં
- ગ્રાઉન્ડ લેવલ પર સફઈ થતી નહિ હોવાની ખેડુતો દ્વારા અનેક રાવ
- સાંતલપુર તાલુકાની અબીયાણા-ગડસઇ ડિસ્ટ્રીક્ટ કેનાલમાં સફઈ કરવામાં
પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં નર્મદા વિભાગ દ્વારા કચ્છ કેનાલ તેમજ ડિસ્ટ્રીક્ટ અને માઇનોર કેનાલ રીપેરીંગ અને સફઈ પાછળ લાખોના ખર્ચાઓ સરકારી ચોપડે બતાવવામાં આવે છે. જ્યારે કે ગ્રાઉન્ડ લેવલ પર સફઈ થતી નહિ હોવાની ખેડુતો દ્વારા અનેક રાવ કરવામાં આવે છે. પરંતુ નઘરોળ તંત્ર આંખ આડા કાન કરી કોન્ટ્રાક્ટરોને છાવરી ખુલ્લેઆમ ગેરરીતિ આચરી રહ્યું હોવાના ખેડૂતો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવે છે. ત્યારે ખેડુતો દ્વારા કોન્ટ્રાક્ટરોને છાવરતા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
સાંતલપુર તાલુકાની અબીયાણા-ગડસઇ ડિસ્ટ્રીક્ટ કેનાલમાં સફઈ કરવામાં નહીં આવતી હોવાને રાવ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. તાલુકાના અબિયાણા ગામની સીમતળમાંથી નર્મદા વિભાગ દ્વારા ગડસઈ ડિસ્ટ્રી કેનાલ જે અન્ડર ગ્રાઉન્ડ પાઈપથી નહેરનું પાણી વહેવડાવવામાં આવે છે. જે કેનાલ અન્ડર ગ્રાઉન્ડ કરેલ છે. પરંતુ ઘણા સમયથી આ કેનાલ પાઈપોમાં લિલ અને સેવાળના થર જામી ગયા છે અને કેનાલની સફઈ નહીં થતા પાઇપો બ્લોક થઈ ગઈ છે. પાઇપો બ્લોક થતા અબીયાણા, અદગામ,ગડસઇ સહિતના વિસ્તારમાં રવિ સીઝનના જીરું,વરિયાળી, રાયડુ સહિતના ઉભા પાકોમાં પાણી પહોંચતું નથી અને ભરસીઝનમાં પાણી નહીં મળતા ખેડૂતોના ઉભોપાક સુકાઈ રહ્યો હોવાને કારણે ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.જયારે કે બીજી તરફ્ મોંઘા ભાવના વાવેતર કરીને વાવેલ પાક પણ સુકાઈ જતા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી જવા પામી છે.
ખેતરો સુધી પાણી પહોંચતું જ નથી : ખેડૂતો
નર્મદા કેનાલ પાઈપલાઇન નાંખેલ છે જેમાં લીલ અને સેવાળ છે. જેના કારણે કુંડીઓ અને પાઈપ ચોકઅપ થઈ ગઈ છે. તેથી અબિયાણા, અદગામ અને ગડસઇ સહિતના ગામોના ખેતરોમાં પાણી પહોંચતું નથી, તેવું ખેડૂત ભાવેશભાઈએ જણાવ્યું હતું.
અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું નથીઃવિરાભાઈ આહીર (ખેડૂત)
નર્મદા અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે. છતાં હજુ સુધી કેનાલમાં સફઈ કરવામાં આવી નથી. આજુબાજુના ખેતરોમાં જીરું, વરિયાળી અને રાયડાના પાકો પાણી નહીં મળતા સુકાઈ રહ્યા છે.છતાં વિભાગને કોઈ ફ્રક પડતો ના હોય તેવુ વર્તન કરે છે.


