- કેનેડામાં સૌથી વધુ 91, બ્રિટનમાં 48 ભારતીય સ્ટુડન્ટનાં મોત
- વિદેશોમાં ભારતીય સ્ટુડન્ટ્સની સુખાકારી, સુરક્ષા સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવે છે
- સરકાર ભારતીય સ્ટુડન્ટ્સની કોઇ પણ સમસ્યાને પ્રાયોરિટી બેઝિસ પર ઉકેલતી હોય છે
વર્ષ 2018થી અત્યાર સુધીમાં વિદેશોમાં કુદરતી, આકસ્મિક કે બીમારી સહિત વિવિધ કારણોસર કુલ 403 ભારતીય સ્ટુડન્ટ્સનાં મોત થયા હોવાનું કેન્દ્ર સરકારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું. આ પૈકી કેનેડામાં સૌથી વધુ 91 જ્યારે બ્રિટનમાં 48 ભારતીય સ્ટુડન્ટ્સનાં મોત થયા હતા. રશિયામાં 40, અમેરિકામાં 36, ઓસ્ટ્રેલિયામાં 35 અને યૂક્રેનમાં 21 ભારતીય સ્ટુડન્ટ્સનાં મોત થયા હતા જ્યારે જર્મનીમાં 20, સાયપ્રસમાં 14, ફિલિપાઇન્સ અને ઇટાલીમાં 10-10 તથા કતાર, ચીન અને કિર્ગિસ્તાનમાં 9-9 ભારતીય સ્ટુડન્ટ્સનાં મોત થયા. વિદેશપ્રધાન એસ. જયશંકરે લોકસભામાં વિદેશોમાં ભારતીય સ્ટુડન્ટ્સની સુરક્ષા અંગેના એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે વિદેશોમાં ભારતીય સ્ટુડન્ટ્સની સુખાકારી, સુરક્ષા સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવે છે. વિદેશોમાં ભારતીય મિશન/પોસ્ટ ભારતીય સ્ટુડન્ટ્સની કોઇ પણ સમસ્યાને પ્રાયોરિટી બેઝિસ પણ ઉકેલતી હોય છે.
કયા દેશમાં કેટલા સ્ટુડન્ટનાં મોત
કેનેડા 91
બ્રિટન 48
રશિયા 40
અમેરિકા 36
ઓસ્ટ્રેલિયા 35
યૂક્રેન 21
જર્મની 20
સાયપ્રસ 14
ફિલિપાઇન્સ 10
ઇટાલી 10
કતાર 09
ચીન 09


