- આદિવાસી નેતા હર્ષદ વસાવા ભાજપમાં જોડાશે
- વિધાનસભાની ચૂંટણી વખતે બળવો કરી અપક્ષ લડ્યા હતા
- નાંદોદ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા
ભાજપના બળવાખોર નેતાઓની ઘરવાપસી થશે. જેમાં આદિવાસી નેતા હર્ષદ વસાવા ભાજપમાં જોડાશે. વિધાનસભાની ચૂંટણી વખતે બળવો કરી અપક્ષ લડ્યા હતા. તેમાં નાંદોદ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. હર્ષદ વસાવા ભાજપ ST મોરચા અધ્યક્ષ રહી ચૂક્યા છે.
ભાજપમાં હવે એક પછી એક ભરતી મેળા શરૂ થયા
ઉલ્લેખનીય છે કે 1000 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. ત્યારે ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઇ પણ ઘરવાપસી કરશે. ભારતીબેન તડવી પણ ભાજપમાં ઘરવાપસી કરશે. ભારતીબેન મહિલા બાળ આયોગના ડિરેક્ટર રહી ચૂક્યા છે. ભાજપમાં હવે એક પછી એક ભરતી મેળા શરૂ થયા છે. લોકસભાની ચૂંટણી પૂર્વ ગુજરાતમાં ભાજપે કમર કસવાનું શરૂ કર્યુ છે. કોંગ્રેસ, આપ અને પાર્ટીથી છૂટા પડેલા અન્ય કેટલાક મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં આજે નર્મદા જિલ્લાના નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાની ઘરવાપસી થશે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે જોરદાર તૈયારીઓ આરંભી દીધી છે.
કેટલાક પૂર્વ ધારાસભ્ય અને મોટા નેતાઓ ફરીથી ભાજપમાં સામેલ
કેટલાક પૂર્વ ધારાસભ્ય અને મોટા નેતાઓ ફરીથી ભાજપમાં સામેલ થઇ રહ્યાં છે, આજે ભાજપનો વધુ એક ભરતીમેળો નર્મદા જિલ્લામાં યોજાશે. પોતાના પક્ષમાથી નારાજ થઇને પક્ષ છોડી ચૂકેલા નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા આજે ઘરવાપસી કરશે, હર્ષદ વસાવાને વર્ષ 2022ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકીટ ન હતી મળી, જે પછી તેમને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂટણીમાં ઝંપલાવ્યુ હતુ. હવે ફરી એકવાર હર્ષદ વસાવા ભાજપમાં પોતાના કાર્યકરો સાથે ભાજપમા સામેલ થઇ રહ્યાં છે.


