- મહિલા પાંચ વર્ષ કોમામાં રહ્યા બાદ ભાનમાં આવી
- મિશિગનમાં રહેતી આ મહિલાનું નામ જેનિફર ફ્લેવેલેન છે
- સપ્ટેમ્બર 2017માં તેનો કાર અકસ્માત થયો હતો
અમેરિકામાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. અહીં એક મહિલા પાંચ વર્ષ કોમામાં રહ્યા બાદ ભાનમાં આવી છે. મહિલા કોમામાં હતી તે દરમિયાન તેની માતા તેને જોક્સ સંભળાવ્યા કરતી હતી. એવામાં પોતાની માતાના કોઈ જોક પર હસતી હસતી તે મહિલા કોમામાંથી બહાર આવી ગઈ હતી. મિશિગનમાં રહેતી આ મહિલાનું નામ જેનિફર ફ્લેવેલેન છે. સપ્ટેમ્બર 2017માં તેનો કાર અકસ્માત થયો હતો. જેના કારણે તે કોમામાં જતી રહી હતી. મિશિગનની મેરી ફ્રી બેડ રિહેબિલિટેશન હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે ધીમે ધીમે સાજી થઈ રહી હતી.


