- ભારતીયોને હવે પહેલાની જેમ નથી પસંદ આવી રહ્યું માલદીવ
- માલદીવમાં ચીનના પર્યટકોની સંખ્યામાં આવ્યો ઉછાળો
- ભારત, ચીન અને માલદીવના સંબંધોની પર્યટન પર જોવા મળી અસર
માલદીવમાં ગયા વર્ષે મોહમ્મદ મોઈજ્જુની સરકાર બનવાના આદેશ બાદથી ટૂરિસ્ટના આંકડા ઝડપથી બદલાયા છે. મોઈજ્જૂ સરકારની ચીન પ્રેમ અને ભારત વિરોધી વલણની અસર પર્યટન પર પણ જોવા મળી છે. સોમવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર માલદીવ પહોંચવાના કેસમાં ચીની પર્યટક ભારતીય પર્યટકોથી આગળ નીકળી ગયા છે. માલદીવના પર્યટન મંત્રાલયના આંકડા અનુસાર 4 ફેબ્રુઆરી સુધી ચીન 23,972 પર્યટકોની સાથે નંબર 1 પર પહોંચી ગયું છે તો 2023માં ભારત પહેલા સ્થાને હતું જે હવે પાંચમા નંબરે પહોંચ્યું છે.
માલદીવમાં 2024માં અત્યાર સુધીમાં 214,470 પર્યટકો આવ્યા
માલદીવના પર્યટન મંત્રાલયના અનુસાર, આ વર્ષે એટલે કે 2024માં અત્યાર સુધીમાં દેશાં કુલ 214,470 પર્યટકો આવ્યા છે. તેમાંથી ચીનથી સૌથી વધારે 23,972 ટૂરિસ્ટ આવ્યા છે. મહામારીના સમયે યાત્રાઓ પર લગાવાયેલી પાબંધીને હટાવ્યા બાદ આ પહેલીવાર બન્યું છે જ્યારે માલદીવને માટે પર્યટન મુખ્ય બજાર બન્યું છે. ચીન બાદ રશિયાથી 21898 ટૂરિસ્ટ, ઈટાલીથી 21,321 અને બ્રિટન 18078 ટૂરિસ્ટ સાથે ચોથા સ્થાને છે. આ સાથે ભારતથી આ વર્ષે 16536 ટૂરિસ્ટ ગયા હતા. એટલે કે ભારતનો ક્રમ પાંચમો છે. આ પછી બાકીના દેશોની વાત કરીએ તો જર્મનીથી 12842, ફ્રાન્સના 7624 અને અમેરિકાના 7452, પોલેન્ડના 6063 તો સ્વિત્ઝરલેન્ડના 4211 ટૂરિસ્ટ સામેલ છે.
મોઈજ્જુએ ચીની પર્યટકોને કરી હતી અપીલ
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુએ જાન્યુઆરીમાં ચીનની રાજકીય યાત્રાના સમયે એ વાત પર ભાર આપ્યો હતો કે ચીની તેમના દેશમાં આવે. તેઓએ કહ્યું કે કોવિડ પહેલા ચીન પર્યટનના નંબર 1 બજાર હતું અને મારો અનુરોધ છે કે આ સ્થિતિને ફરીથી મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. કોરોના પહેલા ચીન 2017 અને 2018માં માલદીવનું મુખ્ય પર્યટન બજાર હતું. 2019માં 280,000થી વધુ ચીની પર્યટકોએ માલદીવની મુલાકાત લીધી. માલદીવે કોરોના બાદ ફરીથી સીમા ખોલી તો ભારત તેના પર્યટનનું સૌથી મોટું બજાર બન્યું. ગયા વર્ષે 2023માં 17 લાખ પર્યટક માલદીવ પહોંચ્યા હતા. તેમાંથી સૌથી વધારે 2,09,198 લોકો ભારતીય હતા. આ પછી રશિયાથી 2,09,146 અને ચીનથી 1,87,118 ટૂરિસ્ટ આવ્યા હતા. માલદીવમાં ભારતીય પર્યટકોની સંખ્યામાં 2.4 લાખથી વધારે 2021માં 2.11 લાખ પર્યટકો આવ્યા હતા.


