- પાકિસ્તાનમાં મતદાન માટે સુરક્ષા બંદોબસ્ત
- હાફિઝ સઈદના સગા જીત્યા તો પાકિસ્તાનમાં આતંક વધશે
- અન્ય આતંકવાદી જૂથોના ઉમેદવારો પણ ચૂંટણીના રણમેદાનમાં
પાકિસ્તાનમાં જનરલ ઈલેક્શન હોવાથી મતદાન શરૂ થઈ ચુક્યું છે. ચૂંટણીના રણમેદાનમાં 150થી વધુ પક્ષ ભાગ લઈ રહ્યા છે. જ્યારે સાડા છ હજાર ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગ્યું છે. મળતી માહિતી અનુસાર ચૂંટણીમાં આશરે 100 ઉમેદવારો કલંકિત છે. આ ઉમેદવારો કોઈને કોઈ ગુનામાં સંડોવાયેલા છે. જે પાકિસ્તાનના કાયદા વિરુદ્ધ છે. અથવા તે કોઈ આતંકી સંગઠનનું સમર્થન મળેલું હોય.
કલંકિત ઉમેદવારોનો હેતુ ચૂંટણી જીતી પોતાના સંગઠનને મજબૂત કરવાનું છે. જેનાથી તે તાલીબાન જેમ પાકિસ્તાનની સત્તામાં પ્રવેશી શકે. એ જ કારણ છે એક વિશેષ વિસ્તારોમાં અનેક આતંકી જૂથ સ્થાનિક લોકોને ડરાવી ધમકાવીને પોતાના ઉમેદવારોને જીતાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આ જૂથ પોતાના ઉમેદવારોને જીત અપવવામાં સફળ રહ્યા તો તે દિવસો દૂર નથી જ્યારે પાકિસ્તામાં પણ આતંકવાદીઓને કબ્જો હશે.
ગ્લોબલ આતંકવાદી હાફિઝ સઈદના સંબંધીઓ ચૂંટણીમાં ઉતર્યા
પાકિસ્તાનમાં જનરલ ઈલેક્શન છે ત્યારે એક નવા પક્ષે પણ તૈયારી કરી છે. આ પક્ષનું નામ પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ છે. સૂત્રો અનુસાર આ પક્ષને વર્ષ-2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો ટેકો મળેલો છે.
પક્ષ તરફથી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદ અને તેના જમાઈ હાફિઝ નેક ગુજ્જર પણ ચૂંટણીના મેદાનમાં છે. આ ઉપરાંત સઈદના અન્ય સગા-વ્હાલા અને તેની સાથે સંકળાયેલા આતંકવાદીઓને પણ ચૂંટણીની ટિકિટ અપાઈ છે. આવામાં આ ઉમેદવારોનું જીતવું પાકિસ્તાનને આતંકવાદના ગર્તામાં લઈ જવા જેવું છે.
ઈમરાન ખાન પાસેથી ચૂંટણી ચિહ્ન છીનવાયું
ગત વખતની વિજેતા પાર્ટી આ વખતે ચૂંટણીમાં એકદમ અલગ નજરે પડી રહી છે. પાર્ટીના સંસ્થાપક ઈમરાન ખાન હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. જ્યારે તેની પત્ની બુશરા બીબી પણ તેના ઘરમાં કેદીની જેમ રખાઈ છે. ઈમરાનની પાર્ટી પાસેથી તેનું ચૂંટણી ચિહ્ન બેટ પણ છીનવી લીધું છે. સ્થિતિ એવી છે કે પક્ષના નેતા જુદા-જુદા ચૂંટણી નિશાનના માધ્યમથી લડવા મજબૂર બન્યા છે. જે કોઈને યાદ પણ નથી.
નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે કોઈ ચમત્કાર જ થશે જેનાથી પીટીઆઈની સરકાર ફરીથી સત્તામાં આવે. પાકિસ્તાનની હાલની સૈન્ય પણ પીટીઆઈ વિરુદ્ધ ચાલી રહી છે. એટલું જ નહિ ત્યાં ગુપ્તચર એજન્સી અને વર્તમાન વહીવટી તંત્ર પણ થેને પસંદ નથી કરતી.


