- ઓસ્ટ્રેલિયા 7/213, વોર્નર 70, વિન્ડીઝ 8/202, ઝમ્પાની ત્રણ વિકેટ
- ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર વિન્ડીઝની ટીમ આઠ વિકેટે 202 રન બનાવી શકી હતી
- આ મેચમાં કુલ 15 વિકેટ પડી હતી અને 415 રન રન નોંધાયા હતા
મેન ઓફ ધ મેચ બનેલા ડેવિડ વોર્નરની સિદ્ધિ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટી20માં વેસ્ટ ઇન્ડિઝને રસાકસી બાદ 11 રનથી હરાવીને ત્રણ મેચની શ્રોણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના સાત વિકેટે 213 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર વિન્ડીઝની ટીમ આઠ વિકેટે 202 રન બનાવી શકી હતી. આ મેચમાં કુલ 15 વિકેટ પડી હતી અને 415 રન રન નોંધાયા હતા પરંતુ માત્ર બે બેટ્સમેન 50 રનનો આંકડો પાર કરી શક્યા હતા. વોર્નરે 36 બોલમાં 70 તથા ટિમ ડેવિડે 17 બોલમાં અણનમ 37 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. વિન્ડીઝ માટે બ્રેન્ડન કિંગ (53) તથા જોનસન ચાર્લ્સે (42) પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી નોંધાવીને આક્રમક શરૂઆત કરી હતી પરંતુ આ પાર્ટનરશિપ તૂટયા બાદ વિન્ડીઝની બેટિંગ વિખેરાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પાએ 26 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.


