- પાટોત્સવમાં રાષ્ટ્રધ્વજ વંદના, શોભાયાત્રા, મહાયજ્ઞ, ગરબા સહિતનું આયોજન
- જિલ્લામાં ખેડાના એકમાત્ર મંદિરે ધર્મ ધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવાય છે
- નેપાળના વિદ્વાન બ્રાહણો દ્વારા શ્રી પંચવકત્ર મહાયજ્ઞનો પ્રારંભ કરાશે
જિલ્લાના ખેડા ખાતે ચાલુ વરસે પણ મેલડી માતાના મઢમાં 40મા પાટોત્સવની આગામી 14 અને 1પ ફેબ્રઆરીના રોજ ઉજવણી થનાર છે. ખેડામાં આવેલ મેલડી માતા મઢના 40મા પાટોત્સવમાં શ્રી પંચવકત્ર મહાયજ્ઞનુ આયોજન કર્યુ છે. પાટોત્સવની ઉજવણીમાં રાજકીય આગેવાનો, વિદેશી માઈભકતો સહીત રાજયભરમાંથી માઈભકતો મોટી સંખ્યામાં ઉમટીને લાભ લેતા હોય છે.
ખેડાના મેલડી માતાના મઢે પાટોત્સવનો પ્રાંરભ દર વર્ષે રાષ્ટ્રધ્વજને સાલામી આપીને કરાય છે.14 ફેબ્રુઆરીના રોજ સવારે 9.1પ કલાકે યોજાનાર રાષ્ટ્રધ્વજ સલામી યોજાશે.જેમાં આમંત્રિત મહેમાનો,દેશ-વિદેશના માઈભકતો સહીત મોટી માત્રામાં માઈભકતો હાજર રહેશે.જે બાદ સવારે 10.15 કલાકે ઉપસ્થીત આમંત્રીત મહાનુભાવોને હસ્તે દિપ પ્રાગ્ટય કરાશે. નેપાળના વિદ્વાન બ્રાહણો દ્વારા શ્રી પંચવકત્ર મહાયજ્ઞનો પ્રારંભ કરાશે. શ્રી મેલડી માં સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલ આયોજીત બ્લડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન સવારે 9 થી 12 કલાકે યજ્ઞશાળામાં સ્ટેજ પાસે કરાયુ હોવાનુ વિપુલભાઈ પંચાલ (લાલભાઈ)એ જણાવ્યુ હતુ.રાત્રીના સમયે હાસ્ય કલાકારો ઉપસ્થીત રહીને માઈભકતો મનોરંજન કરાવશે. પાટોત્સવના બીજા દીવસ તા.15/2/2024ના રોજ સવારે મહાયજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 5.15 કલાકે મહાયજ્ઞની પુર્ણાહુતીમાં ગોંડલના આચાર્ય ધનશ્યામદાસજી મહારાજ સહીત આંમત્રીતોની હાજરીમાં શ્રીફળ હોમાશે.રાત્રીના સમયે ભગવતી મેલડી મા ના પ્રાચીન ગરબાની રમઝટ બોલવાશે.જેમાં ગુજરાતી કલાકરો અભેસિહ રાઠોડ, દયમંતીબેન બરડાઈ, ઈન્દીરાબેન શ્રીમાળી સહીતના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે.જેમાં દેશ વિદેશના માઈભકતો ગરબાની રમઝટ માણશે. સમગ્ર આયોજન ભગવતી શ્રી મેલડી મા સેવા પરીવાર ધ્વારા થાય છે.પાટોત્સવમાં માઈભકતો માટે ભોજન અને ચા પાણીની સેવાનો મોટી સંખ્યામાં માઈભકતો લાભ લેતા હોય છે. માઈભકતો માટે પ્રદર્શન પણ રાખવામાં આવતુ હોય છે. ખેડા ખાતે આવેલ મેલડી માતાના મઢે રવિવારે મોટી સંખ્યામાં માઈભકતો દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડતા હોય છે. જેનો મોટી માત્રામાં નાગરીકો લાભ લેતા હોય છે.ખેડાના મેલડી માતાના પાટોત્સવની ઉજવણીને લઈને મેળો ભરાય છે.નગરની હાઈસ્કુલના મેદાનમાં ચકડોળ પણ ઉભા થતા હોય છે.પાટોત્સવને લઈને નગરમાં પાટોત્સવના દિવસો દરમ્યાન અનેરો આનંદની લાગણી જોવા મળતી હોય છે.


