- કિસાન આંદોલનને લઇ ખેડૂતો ઉતર્યા મેદાનમાં
- સિંઘુ બોર્ડર પર ખેડૂતોને રોકવા પોલીસની સઘન સુરક્ષા
- 10થી 15 ફૂટ ઉંચા લોખંડના કન્ટેનર ઉભા કર્યા
હાલમાં પોલીસે સિંઘુ બોર્ડર પર લગભગ પાંચથી છ ફૂટ ઊંચા સિમેન્ટ અને કોંક્રીટના ડિવાઈડર લગાવ્યા છે. આ ઉપરાંત બેથી ત્રણ ફૂટના ડિવાઈડર પથ્થરો પણ રાખવામાં આવ્યા છે. તેમની ઉપર કાંટાળી તાર પણ લગાવવામાં આવ્યા છે. આ પછી લોખંડના બેરીકેટ અને પછી રોડ ખોદીને લગભગ 10 થી 15 ફૂટ ઉંચા લોખંડના કન્ટેનર ઉભા કરવામાં આવ્યા છે.
સિંઘુ બોર્ડર પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ
આ વખતે દિલ્હી પોલીસે 2020માં સિંઘુ બોર્ડર પર ખેડૂતોને રોકવામાં આવતી સમસ્યાઓમાંથી શીખીને જોરદાર તૈયારીઓ કરી છે. પોલીસે સિંઘુ બોર્ડરના ફ્લાયઓવરની નીચે 6 સ્તરના ભારે બેરિકેડિંગ કરી દીધા છે. આવી સ્થિતિમાં પગપાળા મુસાફરી કરતા લોકો માટેનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, લોકોને અસુવિધા ટાળવા માટે, સિંઘુ બોર્ડર પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી.
બોર્ડર વિસ્તારોને કરાઇ સીલ
NH 44 પર ફ્લાયઓવર પર, દિલ્હી તરફ અને ત્યાંથી બંને દિશામાં ટ્રાફિક માટે બે-લેન રોડ ખુલ્લો છે. જેના કારણે હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ અને જમ્મુથી આવતા લોકો આ માર્ગનો ઉપયોગ કરીને દિલ્હી આવી રહ્યા છે. બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિંઘુ બોર્ડરને અડીને આવેલા નરેલાના નાના-મોટા રસ્તાઓને પોલીસે સીલ કરી દીધા છે. હાલમાં પોલીસે સિંઘુ બોર્ડર પર લગભગ પાંચથી છ ફૂટ ઊંચા સિમેન્ટ અને કોંક્રીટના ડિવાઈડર લગાવ્યા છે. આ ઉપરાંત બેથી ત્રણ ફૂટના ડિવાઈડર પથ્થરો પણ રાખવામાં આવ્યા છે. તેમની ઉપર કાંટાળી તાર પણ લગાવવામાં આવ્યા છે. આ પછી લોખંડના બેરીકેટ અને પછી રોડ ખોદીને લગભગ 10 થી 15 ફૂટ ઉંચા લોખંડના કન્ટેનર ઉભા કરવામાં આવ્યા છે.
સિંઘુ બોર્ડર પર ખેડૂતોને રોકવા પોલીસની સઘન સુરક્ષા
આ પછી લોખંડના બેરીકેટ્સ અને પછી રોડ ખોદીને, લોખંડના કન્ટેનર અને 10 થી 15 ફૂટ ઉંચા ટ્રકોને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. પ્રશાસને માત્ર સિંઘુ બોર્ડર પર ભારે વાહનોને ડાયવર્ટ કર્યા નથી, પરંતુ નરેલાને અડીને આવેલા હરિયાણાના તમામ નાના-મોટા રસ્તાઓ પણ બંધ કરી દીધા છે. જેના કારણે આજુબાજુના ગામોમાં જતા લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


