- અમેરિકામાં કરવામાં આવ્યો લોકોના સુખ-દુઃખનો સર્વે
- ગત વર્ષ મુજબ આ વર્ષે 3 ટકા લોકોની ખુશીમાં ઘટાડો થયો
- પરણિત અને ધાર્મિક લોકોમાં પણ આત્મ-સંતુષ્ટિનો દર વધુ
એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે અડધા કરતાં પણ ઓછા લોકો એટલે કે 47 ટકા અમેરિકન્સનું કહેવું છે કે તેઓ પોતાના અંગત જીવનથી સંતુષ્ટ છે. બે દશકથી વધુ સમયમાં આ ત્રીજી વખત છે જ્યારે અડધાથી ઓછા અમેરિકાનોએ પોતાના જીવનમાં ઉચ્ચ સંતુષ્ટિની માહિતી આપી છે. ગત વર્ષ મુજબ આ વર્ષે 3 ટકા લોકોની ખુશીમાં ઘટાડો થયો છે.
રિપોર્ટ મુજબ, વધુ પૈસા કમાતા લોકોએ વધુ સંતુષ્ટ હોવાનું જણાવ્યું છે. તેની સાથે જ પરણિત અને ધાર્મિક બાબતોથી જોડાયેલા લોકોમાં પણ આત્મ-સંતુષ્ટિનો દર વધુ જોવા મળ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોલેજના વિદ્યાર્થીઓ, રાજકારણ સાથે જોડાયેલા લોકો અને 55 વર્ષથી વધુ ઉંમરના લોકો વધુ સંતુષ્ટ જણાયા.
અમેરિકામાં કેટલા લોકો ખુશ અને કેટલા લોકો દુઃખી?
રિપોર્ટમુજબ, 31 ટકા અમેરિકન્સે કહ્યું છે કે તેઓ આંશિક સંતુષ્ટ છે, 11% લોકોએ કહ્યું છે કે તેઓ આંશિક અસંતુષ્ટ છે અને 9 ટકા લોકોએ કહ્યું કે તેઓ અત્યંત અસંતુષ્ટ છે. તો, જો, 2011ની વાત કરીએ તો તે સમયે માત્ર 46 ટકા અમેરિકન લોકોએ પોતાના જીવનમાં સંતુષ્ટિની વાત સ્વીકારી હતી.
ઇકોનોમિસ્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ઓન હોલિસ્ટિક વેલ્થના સંસ્થાપક કિશા બ્લેયરએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તાજેતરની વૈશ્વિક ઘટનાઓને કારણે આર્થિક પડકારો વધી ગયા છે. નાણાકીય અસ્થિરતા અને નોકરીઓની સુરક્ષાને લઈને લોકો તનાવમાં છે. એવામાં અસંતોષની ભાવના વઢવી સ્વાભાવિક છે.
આ પણ હોય શકે છે તણાવનું કારણ?
પેન્સિલ્વેનિયાના એક ડૉક્ટર નુસોમનું કહેવું છે કે અમેરિકન્સને વધુ કામ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે તેને કારણે તેઓ ઘણા ચીડિયા રહે છે અને થાકને કારણે લોકો નેગેટિવ રિપોર્ટ કરી રહ્યા છે.
કેલિફોર્નિયાના મનોવૈજ્ઞાનિક કાર્લા મેનલીએ જણાવ્યું કે જ્યારે એમરીકન લોકો ખોરાક, ઘર, અને આરોગ્ય જેવી પાયાની જરૂરીયાતોનો ખર્ચ ઉઠાવવામાં નિષ્ફળ જાય છે તો તેમના તણાવનું સ્તર વધે તે સ્વાભાવિક છે. તેમણે કહ્યું કે અનેક અમેરિકન દેવાના બોજમાં ડૂબેલા છે તેણે કારણે તેઓ પોતાના જીવનથી અસંતુષ્ટ છે.


