- કોંગ્રેસ અને સપાની ડીલમાં વધુ એક વળાંક
- રાહુલ અને પ્રિયંકા ગાંધી પરંપરાગત બેઠકો પરથી લડી શકે છે ચૂંટણી
- સોનિયા ગાંધીએ પુત્ર-પુત્રી માટે બનાવ્યો પ્લાન
વર્ષ 2024ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.લોકસભા ચૂંટણીની જાહેરાત થવામાં વધુ સમય બાકી નથી, તે પહેલા સોનિયા ગાંધીએ રાજ્યસભામાં જવાનો નિર્ણય કર્યો છે.હવે સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધી એ ગાંધી પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી બેઠક પરથી ચૂંટણીની રાજનીતિની શરૂઆત કરી શકે છે. કર્ણાટક અને તેલંગાણામાંથી સોનિયાને રાજ્યસભામાં મોકલવાની માંગણી કરવામાં આવી હતી,રાહુલના વાયનાડ જવાથી, પાર્ટી સંપૂર્ણપણે દક્ષિણ તરફ વળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
પુત્રી માટે માતાએ છોડી સીટ
સોનિયાએ રાયબરેલી સીટ ખાલી કર્યા બાદ પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતારવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂત્રો એ પણ કહી રહ્યા છે કે, INDIAના ગઠબંધનના સહયોગી દ્વારા વાયનાડ સીટની માંગણીને કારણે, રાહુલ ગાંધી સ્કોર સેટ કરવા માટે અમેઠીમાં પાછા આવી શકે છે. રાહુલની ‘ન્યાય યાત્રા’ દરમિયાન અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડવા માટે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવશે.મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો,આ નિર્ણય પર પહોંચતા પહેલા કોંગ્રેસની ટીમે આંતરિક સર્વે કર્યો છે. ખાસ વાત એ છે કે, ઉત્તર ભારતના રાજ્યોમાં વધુ બેઠકો છે. અને અહીંથી જ ભાજપ બહુમતીનો આંકડો હાંસલ કરે છે. હવે કોંગ્રેસે ભાજપને સીધો પડકાર ફેંકવાની તૈયારી કરી લીધી છે.
આ મહિનાના અંત સુધી થઈ શકે છે જાહેરાત
અમેઠી-રાયબરેલીને લઈને ઔપચારિક જાહેરાત આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે. કોઈપણ રીતે, સપાએ કોંગ્રેસને 11 બેઠકો આપવાનો નિર્ણય કર્યો છે. અખિલેશ યાદવ પણ ઇચ્છે છે, કે આ બે બેઠકો પર માત્ર ગાંધી પરિવારના સભ્યો જ ચૂંટણી લડે કારણ કે આ તેમની પરંપરાગત બેઠક રહી છે. અને આજે પણ ત્યાં કોંગ્રેસની મજબૂત વોટબેંક છે. હા, મોદી લહેરમાં છેલ્લી ચૂંટણીમાં રાહુલને ચોક્કસપણે હારનો સામનો કરવો પડયો હતો.


