- રિમાન્ડ પૂરા થતાં તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયા
- કોર્ટે 15 અને 16 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ કર્યા હતા મંજૂર
- ATS એ અત્યાર સુધી 22 બેન્ક એકાઉન્ટની કરી તપાસ
જૂનાગઢ પોલીસ તોડકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો છે. જેમાં રિમાન્ડ પૂરા થતાં તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાતા વધુ વિગતો સામે આવવાની શક્યતાઓ છે. કોર્ટે 15 અને 16 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ કર્યા મંજૂર હતા. તેમાં ATS એ અત્યાર સુધી 22 બેન્ક એકાઉન્ટની તપાસ કરી છે.
ચાર એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો
ચાર એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો થયો છે. તેમજ બે એકાઉન્ટ દુબઈથી ઓપરેટ થતા હતા. જેમાં બુકીઓ ઝડપાતા હજુ પણ મોટા ખુલાસા થઇ શકે છે. જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે તરલ ભટ્ટને કોર્ટમાં હાજર કરાયા છે. તેમાં રિમાન્ડ પૂર્ણ થતાં ATS ની ટીમ દ્વારા સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા છે.
જાણો સમગ્ર બનાવ
બનાવમાં સટ્ટાકાંડનાં આરોપી કેરળનાં કાર્તિક ભંડારીનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું. એકાઉન્ટને ચાલુ રાખવા દેવા પોલીસે રૂપિયાની માંગ કરી હતી. તોડકાંડ બાદ પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. એટીએસની ટીમે નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી હતી. રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર તોડકાંડને અંજામ આપવાનો આરોપ લાગ્યો હતો. જેમાં CPIથી માંડીને ASI પર કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણેય પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દૂરુપયોગ કરીને લાખોના તોડકાંડને અંજામ આપ્યો હતો.
ખાતુ અનફ્રિઝ કરવા રૂપિયા માગ્યા હતા
સર્કલ પોલીસ ઇન્સપેક્ટર તરલ ભટ્ટ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ અરવિંદ ગોહીલ, અને ASI દીપક જાની, આ ત્રણેય આણી મંડળીએ કેરળના વેપારી પાસેથી બેંક ખાતુ અનફ્રિઝ કરવા માટે 25 લાખ માગ્યા હતા. વેપારીની ફરિયાદની તપાસમાં મોટાપાયે ભોપાળુ સામે આવતા ત્રણેયને સસ્પેન્ડ કરી દેવાયા છે. એટલું જ નહીં ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો કેરેલાના વેપારી કાર્તિક ભંડેરીનું બેન્ક એકાઉન્ટ ફ્રીજ થતા તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો. બેંકે તેમને જૂનાગઢ SOGનું નામ આપતા વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં ટેલીફોનિક વાતચીતમાં જૂનાગઢ SOGએ વેપારીને રૂબરૂ આવવા જણાવ્યું હતુ.16 જાન્યુઆરીએ વેપારી SOG પીઆઇ ગોહિલ અને ASI દિપક જાનીને મળ્યા હતા.જ્યાં તેમણે ખાતુ અનફ્રિઝ કરવા રૂપિયા માગ્યા હતા.


