- દૂષિત પાણી છોડવાને કારણે ખેતરમાં પાકને ભારે નુકસાન
- દૂષિત પાણી બાબતે ખેડુતોના નિવેદન લેવાયા
- અહેવાલ તૈયાર કરીને ખેડા પ્રાંત અધિકારીને મોકલશે
ખેડા તાલુકાના નાયકા ગામની સીમમાં આવેલ કંપનીએ તેની પાણી છોડવાને પગલે બાજુના ખેતરને અને તેમાં થતાં પાકને નુકશાન થતુ હોવા અંગે સ્થાનીક ખેડુતોની બુમ છે.જેને પગલે ખેડા મામલતદાર કચેરીના સર્કલ ઓફીસરએ સ્થળ તપાસ કરી હોવાનુ સ્થાનીકોએ જણાવ્યુ હતુ.મામલતદાર કક્ષાએથી આ અંગેનો અહેવાલ તૈયાર કરીને ખેડા પ્રાંત કચેરીને મોકલી આપવામાં આવનાર હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
ખેડા તાલુકાના નાયકા નવાગામ રોડ પર આવેલ કંપનીમાં છોડાતા પાણીને કારણે આસપાસના ખેતરને અસર થતી હોય છે.જેને પગલે ખેડુતોના પાકને નુકશાન થતુ હોય છે.કંપનીએ છોડેલ પાણી ખેડુતોની જમીનમાં આવતુ હોવાને કારણે પાક થઈ શકતો ન હોવાનો આક્ષેપ કયો હતો.જેને પગલે મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર અને નાયબ મામલતદાર તરૂણભાઈ પટેલ નાયકા ખાતે સ્થળ તપાસ કરી હતી.સર્કલ ઓફીસરે સ્થળ તપાસ કરી હતી.જેમાં ખેડુતનુ નિવેદન લેવાયુ હતુ.અત્રે ઉલ્ખનીય છે કે કંપનીએ ગામ ગૌચરમા જમીનનુ દબાણ કરેલ હોઈ ગામ ગૌચરમાં જવા દેવામાં આવતા ન હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ અંગે મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીએ જણાવ્યુ હતુ કે સર્કલ ઓફીસરને સ્થળ તપાસ માટે મોકલેલ હતા.સ્થળ તપાસ કરીને આવયા બાદ અત્રેની કચેરીએથી અહેવાલ તૈયાર કરીને ખેડા પ્રાંત અધિકારીને મોકલી આપવામાં આવશે.સર્કલ ઓફીસર દ્વારા ખેડુતના નિવેદન લેવાશે.પાણી બાબતે જે તે વિભાગને જાણ કરાશે.તથા કંપનીએ છોડેલ પાણી ખેતીના પાકને નુકશાન કર્તા છે કે કેમ તેની તપાસ અંગે જવાબદાર તંત્રને જાણ કરવામાં આવશે. આ અંગે નાયકા ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીનો સંર્પક કરતા જણાવ્યુ હતુ કે તે તાલુકા પંચાયત કચેરીએ મીટીગમાં છે.
નાયકા ખાતે નાયબ મામલતદાર સ્થળ તપાસ માટે આવ્યા હોવાનુ ગ્રામ પંચાયત કચેરીએથી ફોન આવ્યો હતો.પંચાયતના અન્ય કર્મચારીનને સર્કલ ઓફીસર સાથે સ્થળ તપાસ માટે ગયા હોવાનુ જણાવ્યુ હતુ. ઉપરાંત બપોરના સમયે જીપીસીબીમાંથી પણ આવ્યા હતા.પણ તે તાલુકા પંચાયત કચેરીએ મીટીગમાં હોવાને કારણે આ અંગે કોઈ જ માહીતી ન હોવાનુ જણાવ્યુ હતુ.


