- જો બાઈડેન અને તેમના દીકરા હંટર બાઈડેન પર લાગ્યા હતા લાંચરૂશ્વતના આરોપ
- આરોપોને લઈને FBIને ખોટી માહિતી આપનાર બાતમીદાર પર ચાલશે કેસ
- સ્મિર્નોવેએ લગાવ્યો હતો બાઈડેન પિતા-પુત્ર પર 5 મિ.ડોલરની લાંચનો આરોપ
US પ્રમુખ જો બાઈડેન અને તેમના પુત્ર હન્ટર બાઈડેન લાંબા સમયથી યુક્રેનની એક કંપની સાથે કામ કરવાને કારણે સવાલોના ઘેરામાં છે. હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. FBIના એક બાતમીદાર પર બાઈડેન અને તેના પુત્ર પર ખોટો આરોપ લગાવીને લાંચ આપવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સંસદમાં રિપબ્લિકન મહાભિયોગની તપાસના કેન્દ્રમાં રહેલા એક કેસમાં FBIના જાણકાર પર રાષ્ટ્રપતિ જો બાઈડેન, તેમના પુત્ર હન્ટર અને યુક્રેનિયન એનર્જી કંપની વચ્ચેના સંબંધો વિશે તેના હેન્ડલર્સને ખોટું બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ બાતમીદાર પર લાગ્યા આરોપો
પ્રોસિક્યુટર્સે ગુરુવારે જણાવ્યું હતું કે એલેક્ઝાન્ડર સ્મિર્નોવે જૂન 2020માં FBI એજન્ટોને ખોટી રીતે જાણ કરી હતી કે યુક્રેનિયન એનર્જી કંપની બરિસ્મા સાથે સંકળાયેલા અધિકારીઓએ હન્ટર અને જો બાઈડેનને 2015 અને 2016માં 5-5 મિલિયન ડોલર આપ્યા હતા. એટલું જ નહીં, સ્મિર્નોવે FBIને કહ્યું હતું કે બુરિસ્માના એક કાર્યકારી અધિકારીએ દાવો કર્યો હતો કે હન્ટર તેના પિતા દ્વારા તમામ સમસ્યાઓથી તેની સુરક્ષા કરશે.
FBI પાસેથી માંગ્યા હતા ડોક્યુમેન્ટ્સ
આ દાવો સામે આવ્યા બાદ રાજકીય ભૂકંપ આવી ગયો હતો. સંસદમાં આ એક મહત્વનો મુદ્દો બની ગયો હતો. બાદમાં રિપબ્લિકને બાઈડેન પરિવાર વિરુદ્ધ તપાસ આગળ વધારવા માટે FBI પાસે આરોપો સાબિત કરવા માટેના દસ્તાવેજો માંગ્યા હતા. જોકે, તેણે ટે સમયે સ્વીકાર કર્યું હતું કે આરોપો યોગ્ય હતા કે નહિ ટે સ્પષ્ટ નથી.
હવે, FBIના એક મુખબિર પર મોટો આરોપ લાગ્યો છે. તેનાથી સંસદમાં રિપબ્લિકન દ્વારા બાઈડેન પરિવાર પર લગાવવામાં આવેલ ભ્રષ્ટાચારના આરોપો ખોટા સાબિત થઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. રિપબ્લિકને આરોપ લગાવ્યો હતો કે અમેરિકન રાષ્ટ્રપતિ યુક્રેનમાં પોતાના દીકરા હન્ટર બાઈડેનને વેપારી કરારોથી પૈસા કમાઈ આપી રહ્યા છે.
લાગ્યા આ આરોપ
43 વર્ષીય સ્મિર્નોવ પર ખોટા નિવેદનો આપવા અને નકલી અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાનો આરોપ છે. ન્યાય વિભાગના વિશેષ સલાહકાર ડેવિડ વેઈસ દ્વારા આરોપો દાખલ કરવામાં આવ્યા હતા, જેમણે હન્ટર પર હથિયારો અને કરવેરા ઉલ્લંઘનનો અલગથી આરોપ મૂક્યો છે. જો કે હંટરે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.


