- ચૂંટણી પંચના ચુકાદા બાદ પણ શરદ અજીત વચ્ચે અણબનાવ
- શરદ પવારના પાર્ટી ચોરી કરવાના આરોપ ફગાવતા અજીત પવાર
- ‘જે કામ કરશે તેના પર આરોપ લાગશે જ’: સુપ્રિયા સુલે પર કટાક્ષ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને લઈને સામસામે આવેલા શરદ પવાર અને અજિત પવાર વચ્ચેનો અણબનાવ હજુ પણ ચાલુ છે. શુક્રવારે, કાકા શરદ પવાર પર મોટો હુમલો કરતા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે જો તેઓ વરિષ્ઠ નેતાના પુત્ર હોત, તો તેઓ સરળતાથી પાર્ટી અધ્યક્ષ બની શક્યા હોત. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજિત પાવર જેમણે ગયા વર્ષે શરદ પવાર સામે બળવો કર્યો હતો અને શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા, તેમણે ભ્રષ્ટાચારના કેસોને કારણે પક્ષ બદલવો પડ્યો હોવાના આરોપોને પણ નકારી કાઢ્યા છે.
પાર્ટીના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં અજિત પવારે કહ્યું હતું કે તેમના પર શરદ પવાર દ્વારા બનાવવામાં આવેલ પાર્ટીની ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ભારતના ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેનાથી સાબિત થયું છે કે અજીત જૂથ જ અસલી NCP છે.
આખો પરિવાર મારા વિરોધમાં: અજીત પવાર
તેમણે પોતાનું નામ લીધા વગર જ કહ્યું હતું કે જો હું સિનિયર નેતાના ઘરે જન્મ્યો હોત તો હું સ્વાભાવિક રીતે પાર્ટીનો અધ્યક્ષ બની જતો, પરંતુ પાર્ટી મારા નિયંત્રણમાં આવી જતી. પરંતુ હું તમારા ભાઈના ઘરે જન્મ્યો છું. અજિતે આગળ કહ્યું કે સમગ્ર પરિવાર મારા વિરોધમાં છે, પરંતુ પાર્ટીના કાર્યકર્તા તેમની સાથે છે.
અમને બદનામ કરવામાં આવ્યા
અજીત પવારે આગળ કહ્યું કે અમને બદનામ કરવામાં આવ્યા. એવું કહેવામાં આવ્યું કે અમે ભાજપ સાથે જોડાવાનો નિર્ણય માત્ર અને માત્ર અમારા વિરુદ્ધ ચાલી રહેલી તપાસ રોકવા માટે કર્યો. હું પૂછવા માંગુ છું કે શું તે દરેક વ્યક્તિ જે તેમની સાથે છે તે તમામ તપાસનો સામનો કરી રહ્યા છે?
‘જે કામ કરશે તેના પર આરોપ લાગશે જ’
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એ વધુમાં કહ્યું કે કેટલાક લોકો ક્યારેય મંત્રી બન્યા નથી અને તેથી તેમની સામે ક્યારેય ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા નથી. તમે ક્યારેય મંત્રી નથી બન્યા એટલે તમારી સામે ભ્રષ્ટાચારના આરોપો કેવી રીતે લગાડવામાં આવશે? મારી પાસે રાજ્યની જવાબદારી હતી. જેઓ કામ કરશે તેમના પર ચોક્કસ આરોપો લાગશે. જેઓ કામ કરતા નથી તેઓ સાફ જ રહે છે. ઉલ્લેખનીય છે કે, શરદ પવારની પુત્રી બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ તેમની કારકિર્દીમાં અત્યાર સુધી કોઈ મંત્રી પદ સંભાળ્યું નથી.
શરદ પવાર પર સાધ્યું નિશાન
અજીત પવારે આગળ કહ્યું કે જો તેમણે પાર્ટી અધ્યક્ષ માટે શરદ પવારની પસંદનું સમર્થન કર્યું હોત તો તેમની પ્રશંસા થઈ હોત, પરંતુ જ્યારે હું પાર્ટી ચીફ બન્યો ત્યારે અમને નકામા ગણી દેવામાં આવ્યા. તે બારામતીમાંથી એવા ઉમેદવારને મેદાનમાં ઉતારશે જેમણે ભલે અગાઉ ક્યારેય ચૂંટણી લડી ન હોય, પરંતુ તેમની પાસે પૂરતો અનુભવ ધરાવતા સમર્થકો હશે.


