- IIM અમદાવાદ દ્વારા ઓનલાઇન ખરીદી-વેચાણ અંગેનો સરવે જાહેર
- ગ્રાહકોના વિવિધ જૂથ મુજબ તેની ખરીદી માટેની પસંદગી પણ જુદી હોય છે
- શહેરોમાં ઓનલાઇન ઓર્ડરની ફ્રિકવન્સી વધુ હોય છે
અમદાવાદ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) દ્વારા ઓનલાઈન શોપિંગ માર્કેટ સંદર્ભે એક સર્વે હાથ ધરાયો હતો. ઓનલાઇન ડિજિટલ રિટેઇલ ચેનલ મારફતે વિવિધ વસ્તુઓની ખરીદી પરથી તૈયાર કરેલા અહેવાલની IIM-A દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ ઓનલાઈન ખરીદીમાં મહિલાઓની સરખામણીએ પુરુષોનું સરખામણીએ પ્રમાણ વધુ છે. ગ્રાહકોના વિવિધ જૂથ મુજબ તેની ખરીદી માટેની પસંદગી પણ જુદી હોય છે. જે અંગેની સરવેમાં પ્રસિદ્ધ કરાયેલી વિગતો મુજબ પુરુષો ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી પર વધારે ભારે મૂકે છે જ્યારે મહિલાઓ ફેશન અને બ્યૂટી પ્રોડક્ટ્સ પાછળ વધુ ખર્ચ કરે છે.
શહેરીજનોની સાથેસાથે હવે ગામડાના લોકો પણ ઓનલાઇન ખરીદી પર વધુ ભાર મૂકવા લાગ્યાં છે. નાનાં શહેરો અને ગામડાઓમાં ગ્રાહકોની ખરીદીની ફ્રિકવન્સી ઓછી હોય છે. શહેરોમાં ઓનલાઇન ઓર્ડરની ફ્રિકવન્સી વધુ હોય છે. ઓનલાઇન ચેનલ સંદર્ભે ઉદ્યોગ સાહસિકોનું કહેવું છે કે, ઓનલાઇન રિટેલ ચેનલો પર નોંધણી કરવાથી વેચાણમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, આ સરવેમાં દેશના વિવિધ રાજ્યોના 3,500થી વધુ સેમ્પલ લેવાયા હતા. વર્ષ-2022ના મે મહિનાથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં અભ્યાસ હાથ ધરી અહેવાલ તૈયાર કરાયો હોવાનું IIM-A દ્વારા જાહેર કરાયું છે.


