- ફરજ પર હતા ત્યારે તેમની તબિયત અચાનક બગડી
- પોલીસકર્મી ESI કૌશલ કુમારનું આજે થયુ મોત
- હોસ્પિટલમાં ડોકટરે મૃત જાહેર કર્યા
ખેડૂતોના આંદોલનમાં શંભુ બોર્ડર પર તૈનાત અન્ય એક પોલીસકર્મી ESI કૌશલ કુમારનું આજે મૃત્યુ થયું છે. ફરજ પર હતા ત્યારે આજે કૌશલ કુમારની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક અંબાલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ મહાનિર્દેશક શત્રુજિત કપૂરે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને તેમના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી.
ફરજ દરમિયાન મોત
ખેડૂતોના આંદોલન દરમિયાન ESI કૌશલ કુમારની ફરજ ઘગ્ગર નદી પાસેના પુલ નીચે લગાવવામાં આવી હતી. તેઓ 56 વર્ષના હતા. તે યમુનાનગર જિલ્લાના કાંજીવાસ ગામનો રહેવાસી હતા, અને અંબાલામાં એકાઉન્ટ શાખામાં કામ કરતા હતા. તેમના મૃત્યુના સમાચારથી હરિયાણા પોલીસ અને તેમના પરિવારમાં શોકનો માહોલ છે. કૌશલ કુમાર હંમેશા સંપૂર્ણ ગંભીરતા અને સમર્પણ સાથે તેમની ફરજ બજાવતા હતા. તેઓ તેમના સાથી પોલીસકર્મીઓ માટે પ્રેરણા સ્ત્રોત હતા. તેમની સેવા દરમિયાન, તેમણે ઘણા પ્રશંસનીય અને અનુકરણીય કાર્યો કર્યા. તેમનું આકસ્મિક અવસાન એ હરિયાણા પોલીસ માટે અપુરતી ખોટ છે અને અમારા સુરક્ષાકર્મીઓએ આપેલા બલિદાનની યાદ અપાવે છે.
પહેલા પણ એક પોલીસ કર્મીનુ મોત
નોંધનીય છે, કે 16 ફેબ્રુઆરીએ શંભુ બોર્ડર પર તૈનાત જીઆરપી સબ-ઇન્સ્પેક્ટર હીરાલાલનું પણ અચાનક તબિયત લથડતા મૃત્યુ થયું હતું. હરિયાણા પોલીસનો આ બીજો પોલીસકર્મી છે જે ખેડૂતોના આંદોલન દરમિયાન શંભુ બોર્ડર પર ફરજ પર મૃત્યુ પામ્યો હતો. આ બે પોલીસકર્મીઓના મોત હરિયાણા પોલીસ માટે ખૂબ જ દુઃખદ છે.


