- નેધરલેન્ડના પીએમ પદની રેસમાં રહેલા ગીર્ટ વિલ્ડર્સે નૂપુર શર્માને પર્સનલ મેસેજ લખ્યો
- નૂપુર શર્મા ભાજપના પૂર્વ પ્રવક્તા અને લંડનની સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે
- ગીર્ટ વિલ્ડર્સે નૂપુર શર્માને બહાદુર ગણાવીને મળવાની ઈચ્છા દર્શાવી
નેધરલેન્ડમાં વડાપ્રધાન પદની રેસમાં આગળ ચાલી રહેલા જમણેરી નેતા ગીર્ટ વિલ્ડર્સે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને વ્યક્તિગત સંદેશ લખ્યો છે. જેમાં તેણે નુપુર શર્માને બહાદુર ગણાવી હતી અને તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વાઈલ્ડર્સે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર લખ્યું, ‘મેં બહાદુર નૂપુર શર્માને સપોર્ટ કરવા માટે વ્યક્તિગત સંદેશ મોકલ્યો છે. સત્ય બોલવા બદલ તેમને વર્ષોથી કટ્ટરપંથીઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં આઝાદીનું સમર્થન કરનારાઓએ નૂપુરને સમર્થન આપવું જોઈએ. હું આશા રાખું છું કે મારી ભારત મુલાકાત દરમિયાન એક દિવસ તેમને મળીશ.
ગીર્ટ વાઈલ્ડર્સે કહ્યું કે અમે સર્વસંમતી નિર્માણ કરનાર દેશ છીએ. આપણા દેશમાં ઘણા જમણેરી લોકો નથી અને ક્યારેય હશે પણ નહીં. સ્થળાંતર કરનારાઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે દેશના નાગરિકોની અવગણના થઈ રહી છે.
કોણ છે નૂપુર શર્મા?
નૂપુર શર્મા ભાજપના પ્રવક્તા હતા. 2022માં તેણે ટીવી ડિબેટમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના કારણે લઘુમતી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા. આ પછી ભાજપે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. અગાઉ 2015માં ભાજપે તેમને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા હતા. તે દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ રહી ચૂક્યા છે. 2008માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતનાર ABVP તરફથી તે એકમાત્ર ઉમેદવાર હતી. 2010 માં, તેમણે ભાજપ યુવા મોરચામાંથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો.
નૂપુર શર્માએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે વકીલ પણ છે. તેણે બર્લિનમાં પણ અભ્યાસ કર્યો છે. નેધરલેન્ડના નેતા ગીર્ટ વાઈલ્ડર્સે પ્રોફેટ મુહમ્મદ વિશેની તેમની ટિપ્પણીના વિવાદ વચ્ચે નૂપુર શર્માનો બચાવ કર્યો હતો.
ગીર્ટે નૂપુરને ટેકો આપ્યો હતો
ગીર્ટે કહ્યું હતું કે નુપુર શર્મા એક એવી હીરો છે જે સત્ય સિવાય કશું બોલતી નથી. સમગ્ર વિશ્વને તેના પર ગર્વ હોવો જોઈએ. તે નોબેલ પુરસ્કારને પાત્ર છે. અને ભારત એક હિંદુ રાષ્ટ્ર હોવાને કારણે, ભારત સરકારની ફરજ છે કે તે હિંદુઓને ઈસ્લામિક દ્વેષ અને હિંસા સામે નિશ્ચિતપણે રક્ષણ આપે.
ગીર્ટ વાઈલ્ડર્સ કોણ છે?
Geert Wilders નેધરલેન્ડમાં પાર્ટી ફોર ફ્રીડમ (PVV)ના સ્થાપક અને નેતા છે. 2004થી કટ્ટરપંથી મુસ્લિમો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે તે 24 કલાક પોલીસ સુરક્ષા હેઠળ રહે છે. હાલ તેમની ઉંમર 60 વર્ષની છે. ગયા વર્ષે, તેમણે માર્ક રુટ્ટેની સરકારના પતન પછી સામાન્ય ચૂંટણી જીતી હતી. તેમની પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. જોકે બહુમતી નથી. તેથી ગીર્ટ વાઈલ્ડર્સ નેધરલેન્ડ્સમાં ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નેધરલેન્ડની સંસદમાં 150 બેઠકો છે. આવી સ્થિતિમાં તેમણે વડાપ્રધાન બનવા માટે 76નો જાદુઈ આંકડો પાર કરવો પડશે. ગીર્ટ હાલમાં આઉટગોઇંગ વડાપ્રધાન માર્ક રુટ્ટેની કેન્દ્ર-જમણી પાર્ટી, કેન્દ્રવાદી ન્યૂ સોશિયલ કોન્ટ્રાક્ટ અને ખેડૂત વિરોધ પક્ષ BBB સાથે ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.


