- ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ
- PM મોદી 10.20 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
- અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાશે
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. જેમાં ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. PM મોદી 10.20 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાશે. તેમજ PM મોદી GCMMFના કાર્યક્રમમાં સંબોધન કરશે. જેમાં 1 લાખથી વધુ સહકારી આગેવાન-ખેડૂતો હાજર રહેશે.
12.45 કલાકે PM મોદી વાળીનાથ મંદિર પહોંચશે
12.45 કલાકે PM મોદી વાળીનાથ મંદિર પહોંચશે. તેમજ વાળીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે. તેમજ વાળીનાથથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વાળીનાથ ધામમાં PM મોદી સંબોધન કરશે. નવસારીના જલાલપોરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. તેમજ કાકરાપાર અણુ ઉર્જા મથકની PM મોદી મુલાકાત લેશે. તેમજ જલાલપોરમાં PM જનસભા સંબોધશે. ત્યારબાદ સુરતથી વારાણસી જવા માટે રવાના થશે.
PM મોદીના આગમનના પગલે શહેરમાં તડામાર તૈયારીઓ થઇ
PM મોદીના આગમનના પગલે શહેરમાં તડામાર તૈયારીઓ થઇ ગઇ છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત છે. શહેરના માર્ગો પર વિવિધ બેનર લગાવાયા છે. એરપોર્ટથી લઈ ગાંધીનગર સુધીના માર્ગો પર બેનર જોવા મળી રહ્યાં છે. સવારે 10:20 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ આવશે. 10:45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ બપોરે 12:00 કલાકે હેલિકૉપ્ટરથી મહેસાણા જવા રવાના થશે. તથા 12:45 વાગ્યે તરભના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. તેમજ 1:00 કલાકે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તથા બપોરે 2:45 કલાકે PM અમદાવાદથી સુરત જવા રવાના થશે. તથા 4:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ અને જાહેરસભા છે. તેમજ સાંજે 6:15 કલાકે કાકરાપાર પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. અને સાંજે 7:35 વાગ્યે સુરતથી વારાણસી જવા રવાના થશે.


