- RELIANCE ની મદદથી બનાવવામાં આવેલા આ AI મોડલનું નામ ‘હનુમાન’
- AI મોડલ શાસન, આરોગ્ય, શિક્ષણ અને નાણાકીય સેવાઓ જેવા ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતામાં રાખીને પોતાની સેવા આપશે
- BharatGPT પણ Jio 2.0 સાથે લોન્ચ કરવામાં આવશે
મુકેશ અંબાણીની માલિકીની RELIANCE ઈન્ડસ્ટ્રીઝ અને ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજો દ્વારા સમર્થિત એક ગ્રુપ આગામી મહિને પોતાની પ્રથમ ChatGPT જેવી AI સેવા શરૂ કરશે. BharatGPT ગ્રૂપનું સમર્થન કરનારાઓમાં ભારતની સૌથી મૂલ્યવાન કંપની RELIANCE અને આઠ સંલગ્ન યુનિવર્સિટીઓની એક શાખા સામેલ છે. ગ્રુપ દ્વારા મુંબઈમાં એક ટેક્નોલોજી કોન્ફરન્સ દરમિયાન તેના મોટા AI ભાષાના મોડલની ઝલક રજૂ કરી હતી.આ દરમિયાન એક બાઈક મિકેનિકને AI મોડલ સાથે તમિલમાં સવાલ પૂછતો બતાવવામાં આવ્યો હતો જ્યારે એક બેંકરને AI બોટ સાથે હિન્દીમાં વાત કરતો બતાવવામાં આવ્યો હતો. આ સાથે જ એક ડેવલપરે AI મોડલની મદદથી કોમ્પ્યુટર કોડ પણ લખ્યો હતો.
મોડલનું નામ “હનુમાન”
RELIANCEની મદદથી બનાવવામાં આવેલા આ AI મોડલનું નામ ‘હનુમાન’ રાખવામાં આવ્યું છે. આ AI મોડલ 11 સ્થાનિક ભાષાઓમાં કામ કરવા સક્ષમ હશે. જો આ મોડલ સફળ થશે તો તે AI ટેક્નોલોજી વિકસાવવાની રેસમાં ભારતનો માર્ગ મોકળો કરશે. ગત વર્ષે એક ઈવેન્ટ દરમિયાન RELIANCE JIO ઈન્ફોકોમના ચેરમેન મુકેશ અંબાણીએ ITI બોમ્બે સાથે એક પ્રોજેક્ટ પર વર્ષ 2014થી કામ કરવાની જાણકારી આપી હતી.
કેટલી ભાષામાં કરશે કામ
આ AI મોડલ 11 સ્થાનિક ભાષાઓમાં કામ કરવા સક્ષમ હશે. હનુમાન AIને ગવર્નન્સ, મોડેલ હેલ્થ, એજ્યુકેશન અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રો માટે ડિઝાઇન કરવામાં આવી છે. જો આ AI મોડલ સફળ થશે તો રિલાયન્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે એક મોટી સફળતા હશે. AI મોડલ હનુમાન ભારતીય ધાર્મિક ગ્રંથથી પ્રેરિત છે. Jio Brain જેવા અન્ય ઘણા AI મોડલ્સ પર પણ કામ કરી રહ્યું છે.
LLM શું છે?
હનુમાન AI મોડલ સ્પીચ ટુ ટેક્સ્ટ જેવી યુઝર ફ્રેન્ડલી સેવાઓ આપશે. આ મોટા લેંગ્વેજ મોડલ અથવા LLM સિસ્ટમ્સ છે, જે મોટા પ્રમાણમાં ડેટામાંથી શીખે છે અને કુદરતી ધ્વનિ પ્રતિભાવો ઉત્પન્ન કરે છે. આવા મોડલ્સ જનરેટિવ AIનો ઉપયોગ કરે છે, જે એક નવો પ્રકારનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે જે આવનારા દિવસોમાં OpenAIના ChatGPTને ટક્કર આપશે.


