- સરકારના પરિપત્ર મુજબ GEM પોર્ટલ પર હરાજી : ના. બાગાયત નિયામક
- સ્થાનિક વેપારીઓ જણાવતા હતા કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય
- આટો જેવી સ્થિતિ અહીંના વેપારીઓની થઈ છે
જાંબુઘોડાના ખાંડીવાવ ખાતે બાગાયતી પાકો માટેના ઉત્કૃષ્ટતા કેન્દ્રની જમીનમાં આવેલ 229 જેટલા નીલગીરીના વૃક્ષોની હરાજી પેપરમાં કોઈ પણ જાતની જાહેરાત આપ્યા વગર બારોબાર GEM પોર્ટલ ઉપર રાખતા સ્થાનિક સહિતના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.કેટલાક સ્થાનિક વેપારીઓ જણાવતા હતા કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય અને આટો જેવી સ્થિતિ અહીંના વેપારીઓની થઈ છે
જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ ગામે આવેલ બાગાયતી પાકો માટેના ઉત્કૃષ્ટતા કેન્દ્ર ની લગભગ 22 હેક્ટર ઉપરાંત જમીન આવેલી છે અને આ જમીનમાં નીલગીરી સહિત અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે જે પૈકી 229 જેટલી નીલગીરીની હરાજી બાગાયત ખાતા દ્વારા રાખવામાં આવેલી છે આ હરાજીમાં કેટલાક વેપારીઓ એવા છે કે જેઓની પાસે એન્ડ્રોઇડ ફેન પણ નથી અને તેઓને આ GEM પોર્ટલની કોઈપણ જાતની માહિતી નથી. જેથી આ હરાજીમાં ફુલડીમાં ગોળ ભાગ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
આ અંગે નાયબ બાગાયત નિયામક નિલેશ પટેલે જણાવ્યું હતું કે આ સરકારના પરિપત્ર મુજબ 2017 માં GEM પોર્ટલ થકી કોઈપણ સરકારી કચેરીનું ખરીદ વેચાણ કરવાનું રહેશે જેથી અમોએ આ નીલગીરીની હરાજી GEM પોર્ટલ ઉપર રાખેલ છે જે સરકારના નિયમ મુજબ છે.
આ અંગે જાંબુઘોડા ના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લાકડાના વેપારી દિલીપભાઈ બારીયા સાથે વાતચીત કરતા તેઓ જણાવ્યું હતું કે આ હરાજીની કોઈપણ જાતની જાણ થઈ નથી.
આ હરાજી ની જાણ સ્થાનિક લોકોને પણ થાય તે હેતુથી પેપરમાં જાહેરાત આપવી જોઈએ અને સ્થાનિક લોકોને પણ આ હરાજીમાં ભાગ લેવા માટે ની તક આપવી જોઈએ આ હરાજીને ભલે ઓનલાઈન રાખો. પરંતુ તેને પેપરમાં પ્રસિદ્ધ કરવી જોઇએ જેથી તેનો લાભ લેવા ઇચ્છતા ગ્રામીણ વિસ્તારના લોકોને પણ મળી શક.


