- બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર
- ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફ્થી મફ્તમાં નિદાન
- બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા 500 જમા કરાવવા
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા દિપક ફઉન્ડેશન વડોદરા દ્વારા બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફ્થી મફ્તમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જયાં સુધી દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહારની ઉણપ નહીં રહે તે માટે તેમનાં બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા 500 જમા કરાવવા માટેની નિક્ષય પોષણ યોજના હેઠળ જમા કરાવવામાં આવે છે.
આ ઉપરાંત પણ જેની આર્થિક સ્થિતિ સારી નથી તેવા ટીબી રોગના દર્દીઓ ને સાજા થવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે, તે હેતુથી યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં 50થી વધુ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી. જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણનાં અધ્યક્ષ માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમ માં સામુહિક આરોગ્ય કેન્દ્ર બોડેલીનાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. મોહમ્મદ હુસેન ખત્રી,તથા દિપક ફઉન્ડેશન નાં લક્ષ ઠાકરે ઉપસ્થિત લાભાર્થી ટીબીના દર્દીઓ ને ટીબી રોગના લક્ષણો, તેની જરુરી તપાસ તેમજ સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર અજયસિંહ સોલંકી , તાલુકા આરોગ્ય સુપરવાઈઝર ગૌરાંગ દરજી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંધરા નાં સુપરવાઈઝર પ્રેમલાભાઈ રાઠવા તથા માંકણી સુપરવાઈઝર રાણા રાહુલભાઈ સહિત અન્ય હાજર રહ્યા હતા


