- હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશનની સુનાવણી વખતે સરકારે સોગંદનામુ કર્યું
- ગાઈડલાઈન્સનું પાલન ન થયું, લાયકાત વિનાનો સ્ટાફ, ટ્રસ્ટીઓની ખામી
- સરકારના સંબંધિત કાયદા અને હાલના નિયમો તો નખ વગરના વાઘ જેવા છે
વિરમગામમાં મોતીયાના ઓપરેશન બાદ 17 લોકોની દ્રષ્ટિ જતી રહેતાં તેમ જ આંખે દેવામાં ઝાંખપ સર્જાવાના અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લઇ દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં રાજય સરકાર તરફ્થી રજૂ કરાયેલા સોગંદનામામાં કબૂલાત કરવામાં આવી હતી કે, પ્રસ્તુત કેસમાં સરકારની સંબંધિત ગાઇડલાઇન્સનું કોઇ જ પાલન થયુ નથી અને કવોલિફઈડ સ્ટાફ્, સંશાધનોના અછત-અભાવ અને ટ્રસ્ટીઓ તેમ જ સ્થાનિક વહીવટીતંત્રની ખામી અને બેદરકારીના કારણે અંધાપાકાંડની ઘટના સર્જાઇ છે.
અમદાવાદ જિલ્લાના શ્રી સેવા નિકેતન ટ્રસ્ટ, માંડલ દ્વારા સંચાલિત વિરગામની રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે મોતીયાના ઓપરેશન બાદ ગયા મહિને 17 લોકોએ આંખે અંધાપો(ઝાંખપ અને દ્રષ્ટિહીનતા) આવવાની ચકચારી ઘટના સામે આવી હતી, જેને લઇ હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી, જે કેસની સુનાવણી દરમ્યાન આજે સરકારપક્ષ તરફ્થી સોગંદનામું રજૂ કરી જણાવાયું હતું કે, જયાં આ દર્દીઓના મોતીયાના ઓપરેશન કરાયા તે ટ્રસ્ટની ખાનગી હોસ્પટિલ છે પરંતુ ત્યાં કવોલિફઇડ સ્ટાફ્, પૂરતા સંશાધનો અને અદ્યતન સાધનોની અછત તેમ જ ટ્રસ્ટીઓની ખામી અને બેદરકારીના કારણે આ સમગ્ર અંધાપાકાંડની ઘટના સર્જાઇ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં ઓપરેશન કરાયું એ પ્રાઈવેટ હોસ્પિટલ છે. ત્યાં વહીવટ અને મશીનરીમાં ખામી હતી. તપાસમાં સામે આવ્યું છે કે સંશાધનો અને માણસોની અછતથી માંડલની ઘટના બની છે. દરમ્યાન કોર્ટ સહાયક તરફ્થી અદાલતનું ખાસ ધ્યાન દોરાયું હતું કે, સરકારના સંબંધિત કાયદા અને હાલના નિયમો તો નખ વગરના વાઘ જેવા છે.


