- જાન્યુઆરી-2024માં પોલીસના વાહનની અડફેટે જાહન્વી કંડુલા નામની વિદ્યાર્થિનીનું મોત થયું હતું
- પોલીસની કાર 119ની સ્પીડ હોવાથી યુવતીને 100 ફૂટ ફંગોળાઈ જતા મોત થયું
- મૃતક જાહન્વી હૈદ્રાબાદની વતની, માતા શિક્ષિકા હોવાથી લોન લઈ દીકરીને ભણવા મોકલી હતી
અમેરિકાના જે સિએટલ પોલીસ અધિકારી પર હૈદ્રાબાદની ભારતીય વિદ્યાર્થિની જાહન્વી કંડુલાને કારથી કચડી મોતનો આરોપ લાગ્યો હતો તેની સામે હવે કોઈપણ પ્રકારનું ગુનાહિત કેસ નહીં ચાલે. આની પાછળનું કારણ અધિકારીઓએ પૂરતા પુરાવાની અછત જણાવી છે. કિંગ કાઉન્ટી ફરિયાદીની ઓફિસે આરોપી અધિકારી કેવિન ડેવ સામે કેસના આગળ નહીં લઈ જવાનો નિર્ણય લીધો છે
ઓવર સ્પીડને લીધે જાહન્વી કંડુલાનું મોત થયું
અધિકારીઓએ જણાવ્યું કે સિએટલ પોલીસ અધિકારી જેને ઓવર સ્પીડથી કાર ચલાવી જાહન્વી કંડુલાને મારી નાખી હતી તેના પૂરતા પુરાવાને લીધે કોઈપણ ગુનાહિત આરોપનો સામનો નહિ કરે. કિંગ કાઉન્ટી પ્રોસિક્યૂટિંગ એટોર્નીએ એક નિવેદનમાં જણાવ્યું કે આ કિંગ કાઉન્ટી એટોર્ની કાર્યાલયની જવાબદારી છે કે તે સિએટલ પોલીસ અધિકારી કેવિન ડેવ અને જાન્યુઆરી-2023માં કારની અડફેટે વિદ્યાર્થિની જાહન્વી કંડુલાના મોત સાથે સંકળાયેલ તમામ હાજર પુરાવાઓની સમીક્ષા કરે.
આમ છતાં એટોર્ની લીસા મેનિયને કહ્યું કે જાહન્વી કંડુલાનું મોત કાળજું કંપાવી જાય એવું છે. આને કિંગ કાઉન્ટી અને દુનિયાના સમુદાયોને પ્રભાવિત કર્યા છે. તમને જણાવી દઈએ કે 23 જાન્યુઆરી-2024ના રોજ સિએટલમાં માર્ગ પાર કરતા સમયે અધિકારી ડેવ દ્વારા પોલીસ વાહન ચલાવતા એની અડફેટે આવતા 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની જાહન્વી કંડુલાનું મોત થયું હતું. અધિકારી એ સમયે 119 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન કંડુલા કારની અડફટે આવી ગઈ અને 100 ફૂટ દૂર જઈને ફંગોળાઈ હતી.
પોલીસે મજાક મોતની મજાક ઉડાવી
આના એક દિવસ પછી સિએટલના એક અન્ય પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે જાહન્વીના મોતની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાંથી સ્પષ્ટ જાણવા મળે છે કે અમેરિકી પોલીસની માનસિકતા કેટલી ખરાબ છે. આફ્રિકી અમેરિકીઓના પ્રત્યે તેમનો વ્યવહારથી સૌ વાકેફ હતા. પરંતુ હવે જાણવા મળ્યું કે દરેક શખ્સ પ્રત્યે આવું જ વલણ રાખે છે. જે એમના શ્વેત સમુદાયથી નથી.
વીડિયોને સિએટલ પોલીસ વિભાગ તરફથી પ્રસિદ્ધ કરાયો હતો. ફૂટેઝ ઓર્ડરરના બોડી કેમેરાથી લેવાયો હતો. જેમાં તે આ ઘટનાની મજાક ઉડાવે છે અને આની પર હસતો સાંભળી શકાય છે. ઘટનાને લઈ ફોન પર વાત કરતા તે બોલે છે કે તે મરી ગઈ છે. ફરી ઘણીવાર હસે છે. વીડિયોના છેલ્લે સાંભળી શકાય છે કે હા ચેક કકવા માટે બસ હજે લખ્યું. 11 હજાર ડોલર. આમ તો 26ની હતી.. તેની લિમિટેડ વેલ્યૂ હતી..
આંધ્રપ્રદેશમાં રહેતી જાહન્વી કંડુલા સાઉથ લેક યુનિયનમાં નોર્થ-ઈસ્ટર્ન યુનિવર્સિટી કેમ્પસમાં માસ્ટર ડિગ્રીનું ભણી રહી હતી. તે વર્ષ-2021માં એક સ્ટુડેન્ટ એક્સચેંજ પ્રોગ્રામ હેઠળ બેંગાલુરુથી અમેરિકા આવી હતી. એ જ વર્ષે ડિસેમ્બરમાં ગ્રેજ્યુએટ થવાની હતી. મળતી માહિતી અનુસાર જાહન્વીની મા એક સિંગલ મધર છે. તે પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે છે. તેમને પોતાની દીકરીને અમેરિકા ભણાવવા માટે લોન લીધી હતી. જાહન્વીનું મોત જાન્યુઆરી-2023માં થયું હતું.


