- EDના શાહજહાં શેખના ઘર અને અન્ય 6 સ્થળોએ દરોડા
- EDએ શાહજહાં શેખ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપમાં કેસ નોંધ્યો હતો
- EDની શાહજહાં શેખ સામે મોટી કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી સંબંધિત કેસના સંબંધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખ સામે મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ EDએ સવારથી જ શાહજહાંના ઘરે તપાસ હાથધરી હતી,તો બીજી તરફ જૂના છેતરપિંડીના કેસમાં FIR નોંધ્યા બાદ EDદ્વારા ECIR દાખલ કરવામાં આવી હતી. હાલમાં ED હાવડા, બિરાટી, બિજયગઢ સહિત 6 સ્થળો પર સર્ચ કરી રહી છે.
EDની ટીમ પર 5 જાન્યુઆરીએ હુમલો થયો હતો
શાહજહાં શેખ જાન્યુઆરીથી ફરાર છે. 5 જાન્યુઆરીએ રાશન કૌભાંડ સંબંધિત સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે EDની ટીમ શાહજહાં શેખના પરિસરમાં પહોંચી તો તેના સમર્થકોએ ED ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના ઘણા અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.આ હુમલા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી અને શાહજહાં શેખના સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદારની ધરપકડ કરી. જોકે, શાહજહાં શેખ પોતે ફરાર છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 17ની ધરપકડ કરી છે.
9મી ફેબ્રુઆરીએ ફરી વિવાદમાં આવ્યા
સંદેશખાલીમાં 9મી ફેબ્રુઆરીથી ભારે અરાજકતા જોવા મળી રહી છે. વાસ્તવમાં આ વિસ્તારમાં શાહજહાં શેખનું વર્ચસ્વ છે. 8 ફેબ્રુઆરીથી સ્થાનિક મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના માણસો પણ મહિલાઓનું યૌન શોષણ કરે છે. 9 ફેબ્રુઆરીના રોજ, વિરોધ કરી રહેલી મહિલાઓ, શાહજહાંના સમર્થકોએ હઝરાના ત્રણ પોલ્ટ્રી ફાર્મ સળગાવી દીધા. મહિલાઓએ દાવો કર્યો હતો કે તેઓ સ્થાનિક ગ્રામજનો પાસેથી બળજબરીથી લેવામાં આવેલી જમીન પર બાંધવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પણ અહીં મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે સંદેશખાલીમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે.


