- જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે કરેલી દરખાસ્ત કલેકટરે મંજૂર કરી
- LCB મૌલાનાનો સાબરમતી જેલમાંથી કબજે લઈ કાર્યવાહી કરી
- ભડકાઉ ભાષણ સહિતના કુલ 11 ગુન્હા કરવા સબબના કેસો દાખલ
જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં ભડકાઉ ભાષણ કરવા મામલે પોલીસ દફ્તરે ચડી ગયેલા મુંબઈના મૌલાના સલમાન મુફ્તી મહમદ અઝહરીને આજે પાસા હેઠળ સાબરમતી જેલમાંથી કબજો મેળવીને લોકલ ક્રાઈમ બ્રાંચે વડોદરા જેલમાં ધકેલી દીધો છે.
જૂનાગઢમાં કોર્ટ રોડ ઉપર આવેલી નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં નશામુક્તિ અભિયાનના બેનર હેઠળ યોજાયેલ જાહેર સભામાં ભડકાઉ ભાષણ કરનાર મુંબઈના વક્તા મૌલાના સલમાન અઝહરી સામે સૌ પ્રથમ જૂનાગઢ પોલીસમાં ગુન્હો નોધાયો હતો, તે આરોપી મૌલાનાને ગુજરાત એટીએસની ટીમે મુંબઈ જઇને અટકાયત કરી હતી, તેનો કબજો જૂનાગઢ એલસીબીએ મેળવીને જુનાગઢ ખાતે લાવી હતી, બાદમાં તેને કોર્ટેમાં રજુ કરાતા એક દિવસના રિમાન્ડ પણ મંજુર થયા હતા. ત્યાર બાદ મૌલાના સામે કચ્છ, અરવલ્લી, કર્ણાટક અને મુંબઈ સહિતના જિલ્લા-શહેરોમાં ભડકાઉ ભાષણ સહિતના કુલ 11 ગુન્હા કરવા સબબના કેસો દાખલ થતા તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી, અંતે તે સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.


