- ડાભા, ભાણખેતર જંબુસરને સમ ખાવાનું પણ પાણી મળ્યું નથી
- માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર આપવામા આવ્યું
- નર્મદા યોજના નહેર વિભાગ જે વખતોવખત કાયમ વિવાદોમાં સપડાયેલી જોવા
જંબુસર માયનોર એક અને બેના નહેરના પ્રશ્નોને લઈને ધરતીપુત્રોએ માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાની રાહબરી હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેરને ધારદાર રજૂઆતો કરી આવેદનપત્ર આપ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર માઇનોર એક તથા બે જે તાલુકાના વેડચ ખાતેથી નીકળે છે જેનો ડાભા, ભાણખેતર જંબુસરના ધરતીપુત્રોને નહેરના પાણીનો લાભ મળી શકે છે, પરંતુ જ્યારથી નેહરો બની છે ત્યારથી આ વિસ્તારના ધરતીપુત્રોને સમ ખાવાનું સિંચાઈનું પાણી મળ્યુ નથી જેને લઇ આ વિસ્તારના ધરતી પુત્રોએ માજી ધારાસભ્ય કિરણ ભાઈ મકવાણા ની આગેવાનીમાં નાયબ કાર્યપાલક ઈજનેર નર્મદા યોજના પેટા વિભાગ 15/4 જંબુસર ઇશ્વરભાઇ રાઠોડને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆતો કરી હતી.નર્મદા યોજના નહેર વિભાગ જે વખતોવખત કાયમ વિવાદોમાં સપડાયેલી જોવા મળે છે. જંબુસર પંથકમાં બનાવવામાં આવેલી નહેરો લેવલ વગર,તકલાદી બાંધકામને લઇ ક્યાંક પાણી મળતું નથી તો ક્યાંક લીકેજોને લઈ ધરતીપુત્રોની મહામુલી ખેતીને નુકસાન કરતા હોય છે. અધિકારીઓ, એન્જિનિયરની અણઆવડતને લઈ ધરતીપુત્રોને વેઠવાનો વારો આવે છે. આજરોજ ગુરૂવારે જંબુસર માઇનોર એક અને બે જે વેડચથી નીકળે છે જેનો લાભ ભાણખેતર, ડાભા ,જંબુસરના ધરતી પુત્રોને નહેરના પાણીનો લાભ મળે છે. પરંતુ ભાણખેતર ગામે નર્મદા નહેર બની ત્યારથી આજદીન સુધી તેનો લાભ ધરતીપુત્રોને મળ્યો નથી અને આ નર્મદા નહેરનું પાણી દરિયામાં ખોટું વહી જાય છે. આ બાબતે પણ ભાણખેતર સરપંચ જગદીશભાઈ ડાહ્યાભાઈ પટેલે વારંવાર રજૂઆતો કરેલ છે. તમામ લોકદરબાર તમામ ગ્રામસભામાં આ પ્રશ્ન મૂકવામાં આવે છે, છતાંય તેનો કોઈ ઉકેલ આવેલ ન હોય આજરોજ ગુરૂવારે માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાની આગેવાનીમાં નર્મદા કચેરી ખાતે જંબુસર,ભાણખેતર વિસ્તારના ખેડૂતો એકત્ર થઈ ના. કા.ઈજનેર ઇશ્વરભાઇ રાઠોડને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી. અને વહેલી તકે નર્મદા નહેરના પાણી આ વિસ્તારમાંઆ વિસ્તારના ખેડૂતોને મળે તે માટે ઘટતું કરવા જણાવ્યું હતું. આ સહિત નહેરોની સાફ્ સફઈ કરવામાં આવતી નથી અને ખોટા બીલો ઉધારવામાં આવે છે. પાણી પહોંચતું ન હોવા છતાંય ખોટા વાયદા અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે. તથા યુ જી પી એલ માં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યો હતો. આવેદનપત્ર આપવા સરપંચ જગદીશભાઈ પટેલ સહિત જંબુસર, ભાણખેતર ધરતીપુત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


