- આંધળા અને બહેરાના વિશ્વાસઘાત જેવી સ્થિતિ અહીં થશે’
- અમે આ વખતે પણ તમામ 26 બેઠકો જીતવાના છીએઃ પાટીલ
- કોંગ્રેસને પણ જીતની કોઇ શક્યતા લાગતી નથીઃ પાટીલ
લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના માટે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ અને 2 બેઠકો પર આપ લડશે. આ મુદ્દા પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, કોંગ્રેસ અને આપ દિવાસ્વપ્નમાં રાચે છે જે ક્યારેય સફળ થશે નહીં.
કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધનની જાહેરાત પર પાટીલે જણાવ્યું કે, ચૈતર વાસાવાને ભરૂચ સીટમાં માત્ર 13 ટકા મત મળ્યા હતા. લોકસભાની અગાઉની ચૂંટણીમાં સાતમાંથી ચાર બેઠક પર ડિપોઝિટ જમા થઇ હતી. ભરૂચ, ભાવનગરમાં જીતવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. જ્યાં બંને બેઠકો પર અમે મજબૂત છીએ. ભાવનગરની બેઠક પણ અમારી મજબુત છે. ગઠબંધન થશે તો કોંગ્રેસના કાર્યકરો નારાજ થવાના જ છે. જે જોવા મળશે.
આ સાથે જ ગઠબંધન પર પ્રહાર કરતાં પાટીલે કહ્યું કે, આંધળા અને બહેરાના વિશ્વાસઘાત જેવી સ્થિતિ અહીં થશે. આંધળા અને બહેરા અહીં દીવાસ્વપ્નમાં રાચે છે. આ સાથે જ અમે આ વખતે પણ તમામ 26 બેઠકો જીતવાના છીએ અને હેટ્રિક કરીશું.
પાટીલે ગઠબંધનને આંધળા – બહેરાનું ગઠબંધન ગણાવી કહ્યું કે, કોંગ્રેસને પણ જીતની કોઇ શક્યતા લાગતી નથી. અમે અમારી તાકાત પર જ ચૂંટણી લડીએ છીએ. કોંગ્રેસના કાર્યકરો પોતાના અસ્તિત્વ માટે વિચારે છે. અમને નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનથી ચૂંટણી લડીએ છીએ. કોઇ નારાજ છે, કોઇ નબળું છે તેની અમે ચિંતા નથી કરતા. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પોતાના અસ્તિત્વ માટે વિચારે છે


