- PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
- આવતીકાલે સૌરાષ્ટ્રને આપશે કરોડોના વિકાસકાર્યોની ભેટ
- PM મોદી આજે રાત્રે જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદી ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે સાંજે તેઓ દિલ્હીથી જામનગર પહોંચી ગયા હતા.PMના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યક્રતાઓ તેમજ સૌરાષ્ટ્રના અગ્રણી નેતાઓ પહોચ્યા હતા,સાથે સાથે જામનગરમાં રોડ શો પણ કર્યો હતો,દિગ્જામ સર્કલથી પાયલોટ બંગ્લો સુધી રોડ સો યોજાયો હતો,જામનગર ખાતે PM મોદી આજે રાત્રી રોકાણ કરશે. આવતીકાલે 25 ફેબ્રુઆરીએ દ્વારકા અને રાજકોટનાં કાર્યક્રમમાં હાજર રહેશે. તેમજ 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 6.45 કલાકે જામનગરથી દ્વારકા જવા રવાના થશે.ત્યારબાદ સવારે 7.40 કલાકે PM દ્વારકા પહોંચશે.
બેટ દ્વારકા મંદિરમા દર્શન અને પૂજા વિધિ કરશે
PM મોદી દ્વારકા મંદિરમાં દર્શન અને પૂતા વિધિ કરશે. સવારે 8.25 કલાકે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકશે. 9.30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાધીશ મંદિર પહોચશે. ત્યારે બાદ બપોરે 1 કલાકે વડાપ્રધાન દ્વારકામાં જનસભાને સંબોધન કરશે. તે બાદ બપોરે 2.15 કલાકે વડાપ્રધાન મોદી દ્વારકાથી રાજકોટ આવવા રવાના થશે. જ્યાં બપોરે 3.30 કલાકે AIIMS હોસ્પિટલ ખાતે પહોંચશે. બપોરે 4.20 કલાકે વડાપ્રધાન AIIMSથી રાજકોટ જુના એરપોર્ટ પહોંચશે. ત્યારે બાદ સાંજે 4.45 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ જનસભાને સંબોધન કરશે. 6.20 કલાકે PM મોદી રાજકોટથી દિલ્હી જવા રવાના થશે.
સિગ્નેચર બ્રિજ
ઓખા – બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજને લોકોને અર્પણ કરવા માટે આવતીકાલે PM મોદીનું દેવભૂમિ દ્વારકા ખાતે આગમન થઈ રહ્યું છે. ત્યારે PMના આગમનને લઈ દ્વારકા મંદિરમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. PMના આગમન પહેલા દ્વારકા નગરીને રોશનીથી શણગારવામાં આવી છે. આ સાથે દ્વારકામાં PMના પ્રવાસને લઈને NDH ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો. આ ગ્રાઉન્ડમાં 25 હજારથી વધુ લોકો બેસી શકે તેવી ક્ષમતા વાળો ડોમ તૈયાર થઈ ગયો છે. આ ઉપરાંત સુરક્ષાના ભાગ રૂપે દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તાર તારીખ 24 થી 25 સુધી નો ફલાયાઈંગ ઝોન જાહેર કરાયો છે.
રાજકોટને ભેટ
PM મોદી રાજકોટ વાસીઓને મોટી ભેટ આપશે. જેમા રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ AIIMSનું લોકાર્પણ કરવામાં આવશે. હવે સૌરાષ્ટ્રવાસીઓને સર્જરી માટે બહાર જવું નહી પડે.રાજકોટ AIIMSમાં થોડાક જ દિવસમાં ઓપીડીની સેવા શરૂ થશે. 250 બેડ અને 4 ઓપરેશન થિયેટર સાથે IPD શરૂ કરાશે. સૌરાષ્ટ્ર સહિત કચ્છના લોકોને ફાયદો મળશે.


