- માતાએ બે બાળકીઓની કરી હત્યા
- દવા પીવડાવીને કરી હત્યા
- બાળકીઓને મારી પોતે પણ આપઘાત કર્યો
સુરતના કામરેજના હલધરૂ ગામે ઘર કંકાસમાં માતાએ ફૂલ જેવી દીકરીની હત્યા કરી પોતે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે.ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે,તો પતિની પણ અટકાયત કરી પૂછપરછ કરી છે,પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચ્યાં છે,તો આસપાસ સ્થાનિકોના ટોળેટોળા ઉમટયા છે.
પરિવારમાં એક સાથે ત્રણના મોત
ઘર કંકાસના કારણે માતા હત્યારી બની અને ફૂલ જેવી બાળકીની હત્યા કરી દીધી અને બાદમાં પોતે આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું.આ ઘટના સુરતના કામરેજ ખાતે બની હતી,હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે,જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે,કે ઘરકંકાસમાં આ પગલુભર્યુ હોવાની વાત સામે આવી છે,પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી,પતિને પોલીસ સ્ટેશન લઈ જઈ વિગતે પૂછપરછ હાથધરી છે.
પોસ્ટમોર્ટમની કાર્યવાહી
રવિવારની સાંજ પરિવાર માટે કાળ સમાન બની હતી,એવું તો શુ હશે જીવનમાં કે આ પગલું ભરવાનો વારો આવ્યો,આ બનાવના પગલે પોલીસ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે પોલીસકર્મીઓ દ્વારા આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે.


