- તળાવના દૂષિત પાણીની દુર્ગંધથી રોષ
- તળાવ ઊંડું કરવા સ્થાનિક લોકોની માંગ
- પાણી ભરાવાથી આસપાસમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
મહેસાણાના તાવડીયા રોડ પર આવેલ રામાપીર મંદીર સામે તેમજ શિવમપાર્ક સોસાયટી અને હરિકૃષ્ણ સોસાયટીના નાકા પર આવેલ સરકારી તળાવમા દેશી દારૂનો અડ્ડો અને તેના દબાણોનો રાફ્ડો ફટયો છે. તો દબાણદાર દ્વારા તળાવમાં દુષિત પાણી છોડવામાં આવતા તળાવના ભૂગર્ભ જળ પણ દુષિત કરવામાં આવી રહ્યું છે. તો તળાવમાં ગંદકી અને દુર્ગંધથી રહીશો ભારે પરેશાન બન્યા છે. જયારે તળાવમા ગંદા પાણીમાં મચ્છરો પડતા આજુબાજુની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મહેસાણા શહેરના તાવડીયા રોડ પર રામાપીર મંદિર તેમજ શિવમપાર્ક સોસાયટી,હરિકૃષ્ણ સોસાયટી, પ્રગતિનગર, સ્વસ્તિક સોસાયટી, સંકેતનગર સોસાયટી સહીત ડઝનેક સોસાયટીઓ આવેલી છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ રોડ પર કલેકટર હસ્તક સરકારી તળાવ આવેલ છે.આ તળાવમા દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે.તો ધીરે ધીરે દારૂનો ધંધો કરતા શખ્સ દ્વારા તળાવમા પાકા મકાન બનાવી દેવાયા છે.તો ધીરે ધીરે દબાણ વધારવામા આવી રહ્યા છે અને દબાણો સાથે તળાવમાં દુર્ગંધ યુક્ત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે.તો આ તળાવમાં છોડવામાં આવતા ગંદા પાણીની દુર્ગંધથી તળાવને અડીને આવેલી સોસાયટીઓના રહીશો ભારે ત્રસ્ત થયા છે.તો તેને લઈ રોગ ચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે.ત્યારે કલેકટર સમયસર જાગીને તળાવ પર થયેલા દબાણો દૂર કરવામાં આવે અને તળાવના બ્યુટીફીકેશનના પાલિકાના કામને મંજૂરી આપે.નહી તો નજીકના સમયમા તળાવની તમામ જગ્યા પર દબાણ કરી દેવાય તો નવાઈ પણ નહી,તેવું વિસ્તારના સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે.દબાણદાર દ્વારા તેનું ગંદુ અને દુષિત પાણી તળાવમા છોડવામાં આવતા દુષિત પાણી તળાવમા ભરાવાના કારણે તેમાં મચ્છર સહીત જીવજંતુ ઉત્પન્ન થતા રોગચાળાની દહેશત સ્થાનિક રહીશોમા સેવાઈ રહી છે.


