- રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી લડાવવાનુ નક્કી
- રાજકોટમાં લેઉવા પાટીદારના નામની ચર્ચા શરૂ થઈ
- અમદાવાદ પૂર્વમાં ઘણાં નામની ચર્ચા શરૂ થઈ ગઈ
વર્ષની સૌથી મહત્વની ઘટના એવી લોકસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપ દ્વારા ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ વચ્ચે ભાજપના વિવિધ હોદ્દેદારો દ્વારા સુરત, ગાંધીનગરથી લઈ જૂનાગઢ,બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ સહિતની ઘણી બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જ્યાં સર્વાનુમતે ગાંધીનગર માંથી અમિત શાહને રિપીટ કરવામાં આવશે. ગાંધીનગર બેઠક માંથી કોઈએ ઉમેદવારી નોંધાવી નથી.
રાજકોટમાં ટિકિટ માટે ઘણાં દાવેદાર
આ દરમિયાન રાજકોટમાં લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જેમાં ભરત બોઘરાને ટિકિટ આપવાના સૂર ઉઠ્યા હતાં. કડવા પાટીદારના ચહેરા બાદ લેઉવા પાટીદાર ચહેરાને તક આપવાની ચર્ચા છે. તેમજ નોંધનીય છેકે, અગાઉ રાજકોટ લોકસભા સીટ પર લેઉવા પાટીદાર ચહેરાને ટિકિટ આપવામાં આવી હતી. સેન્સ પ્રકિયા બાદ રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયકનું નિવેદનમાં જણાવ્યું કે, કાર્યકરો દ્વારા એક જ રજૂઆત કરવામાં આવી છે કે જેને ટિકિટ મળશે તેને 5 લાખથી વધુની લીડથી જીતાડીશું. ટિકિટ કોને આપવી એ પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે. રાજકોટ બેઠક માટે 4 લોકોએ દાવેદારી કરી છે. જેમાં મોહન કુંડારિયા અને ભરત બોઘરાએ કરી દાવેદેરી તેમજ દિપીકાબેન સરડવા અને કિરણ માકડિયાએ દાવેદારી કરી છે.
રાજ્યસભાના સાંસદો લોકસભાથી જશે
આ તરફ ભાજપે મોટા ભાગના રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી લડાવવાનુ નક્કી કર્યું છે. જેમાં ગુજરાતમાંથી રાજ્યસભા પહોંચેલા અને કેન્દ્રીય મંત્રી એવા મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવાનું હાઇકમાન્ડે નક્કી કરી લીધું છે. જેમના માટે બેઠક આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.
અમદાવાદમાં ઘણાં નવા ઉમેદવારોના નામની ચર્ચા
જ્યારે બીજી તરફ અમદાવાદમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સક્રિય થયા છે. ખેડા અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે પ્રદીપસિંહ જાડેજા પ્રયાસ કરી રહ્યા છે. સેન્સપ્રક્રિયામાં વટવા વિધાનસભાના તેમના ટેકેદારો પહોંચ્યા છે. તેમજ ગોરધન ઝડફિયાએ સમર્થકોના માધ્યયમથી દાવેદારી નોંધાવી છે. જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કાંતિ ઠાકોર અને સભ્ય કુંજનસિંહ પ્રદીપસિંહ જાડેજાનું નામ આગળ કરશે.
જૂનાગઢમાં કાર્યકરોનો એક જ સૂર
જૂનાગઢ લોકસભા બેઠકને લઈ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં ત્રણ નિરીક્ષકો દ્વારા સેન્સ કામગીરી હાથ ધરી છે. આ દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમા અને સમર્થકો સાથે હાજર રહ્યા હતા. ભાજપ તરફથી મનસુખ ખાચરિયા, બીનાબેન આચાર્ય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, પાર્ટી જેને ટિકિટ આપે અમે તેની સાથે છીએ.
5 લાખથી વધુ મતો જીતાડવાનો લક્ષ્ય
સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. જ્યાં વિવિધ નામોની ચર્ચા ચાલી રહી છે. જેમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ આગેવાનોને બેઠકથી દૂર રાખ્યા હતા. આ દરમિયાન કોળી સમાજ, ક્ષત્રિય સમાજને લોકસભા ટિકિટ મળે તેવી માંગ કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ નેતા ઝવેરીભાઈ ઠકરાર, માનસિંગભાઈ પરમાર તેમજ હેમાલીબેન બોઘાવાલા સેન્સ લેવા માટે હાજર રહ્યા છે. અહીંથી કોઈ નવા નેતાને સીટ ફાળવવામાં આવી શકે છે.


