- ઈન્દોરમાં વધ્યા માનસિક તણાવને કારણે આપઘાતના કિસ્સાઓ
- Paytm કંપનીના ફિલ્ડ મેનેજરે આત્મહત્યા કરી ચકચાર મચી
- લસુડિયા પોલીસ સ્ટેશને શરૂ કરી આપઘાતની તપાસ
મધ્યપ્રદેશના ઈન્દોરમાં માનસિક તણાવના કારણે આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ સિલસિલામાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં Paytm કંપનીના ફિલ્ડ મેનેજરે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે એફઆઈઆર નોંધી છે અને મામલાની તપાસ હાથ ધરી છે.
આ કેસની માહિતી આપતાં લસુડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તરેશ સોનીએ જણાવ્યું કે, સ્કીમ નંબર 78માં રહેતો ગૌરવ ગુપ્તા (40 વર્ષ)એ ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેણે આવું પગલું કેમ ભર્યું તે હજુ બહાર આવ્યું નથી. પોલીસ તપાસ કરી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ પેટીએમ કંપની બંધ થવાને લઈને સોશિયલ મીડિયા અને વિવિધ સ્થળો પર વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી. આ અંગે ગૌરવ તણાવમાં હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. હાલ તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસ તપાસમાં વ્યસ્ત છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પરિવારના સભ્યોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.


