- વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી
- પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે
- પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો
ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. પંકજ દેસાઈની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો. પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો.
નડિયાદની બાજુમાં ઉત્તરસંડામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવશે: પંકજ દેસાઈ
નડિયાદ મનપા બનવા મુદ્દે પંકજ દેસાઈએ જણાવ્યું છે કે સૌ પ્રથમ સીએમ, નાણાં મંત્રીનો આભાર. નડિયાદ સરદાર સાહેબનું જન્મ સ્થળ છે. દેશને આઝાદ કરવા નડિયાદમાં અનેક આંદોલન થયા છે. નડિયાદ અમદાવાદ અને બરોડા વચ્ચેનું શહેર છે. નડિયાદની બાજુમાં ઉત્તરસંડામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવશે. જેથી નડિયાદમાં મનપા આવવી ખૂબ જરૂરી છે. સાથે સાથે પોરબંદર ગાંધીજીનું જન્મ સ્થળ છે તેનું ડેવલપ થાય તે જરૂરી છે ત્યાં પણ મનપા આપી છે. તમામનો ખૂબ ખૂબ આભાર માનુ છું.
હાલમાં કાર્યરત મહાનગરપાલિકાઓ:
હાલમાં કાર્યરત મહાનગરપાલિકાઓમાં જોવા જઇએ તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તેમજ ભાવનગર છે. તથા બજેટમાં જાહેર થયેલી મહાનગરપાલિકાઓમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર-વઢવાણ છે. તેમજ આજે જાહેર થયેલી મહાનગરપાલિકાઓમાં પોરબંદર-છાયા તથા નડિયાદ છે.


