By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જ્યાં આરામ, આગમ, આનંદ, આરોગ્ય અને આધાર મળે એ આશ્રમ છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જ્યાં આરામ, આગમ, આનંદ, આરોગ્ય અને આધાર મળે એ આશ્રમ છે

agragujaratnews
Last updated: 2023/10/12 at 1:10 AM
2 years ago
Share
જ્યાં આરામ, આગમ, આનંદ, આરોગ્ય અને આધાર મળે એ આશ્રમ છે
SHARE

  • સન્માન સાથે આહાર આપે એનું નામ આશ્રમ. તમે કોઈની થાળીમાં અન્ન પીરસો ત્યારે સમજવું કે તમે અન્ન નહીં, પણ બ્રહ્મ પીરસી રહ્યા છો

`રામચરિત માનસ’માં ગુરુગૃહ ચૌદ છે. `આશ્રમ’ શબ્દ પણ બહુ સારો છે. `આશ્રમ’માં પહેલાં `આ’ આવે છે. જે સ્થાનમાં `આ’થી શરૂ થતા શબ્દો ચરિતાર્થ થતા હોય એને મારી વ્યાસપીઠ `આશ્રમ’ કહે છે. જ્યાં આરામ, આગમ, આનંદ, આરોગ્ય અને આધાર મળે એ આશ્રમ છે. જ્યારે રામજીએ એક પડેલી સ્ત્રીને ઉઠાવી ત્યારે જ ગૌતમનો આશ્રમ ખરા અર્થમાં આશ્રમ બન્યો. વિશ્વામિત્રજી રામ-લક્ષ્મણને લઈને ગૌતમ આશ્રમમાં આવ્યા ત્યારે રામે જિજ્ઞાશા કરી, એ વાત મને બહુ જ સારી લાગે છે. શું રામ કેવળ પથ્થર વિશે જિજ્ઞાશા કરે? પરંતુ એક વિશેષ સ્થાન જોઈને એમણે જિજ્ઞાશા કરી, એ વાત મને બહુ જ સારી લાગે છે. બ્રહ્મસૂત્રના બ્રહ્મ એક મુનિ પાસે જિજ્ઞાશા કરે છે. તો જિજ્ઞાશા રામે કરી, એ સમયે વિશ્વામિત્ર બિલકુલ રામના પક્ષેથી હટીને અહલ્યાના પક્ષમાં ચાલ્યા ગયા. મારા દેશના મુનિ તિરસ્કૃતના પક્ષમાં ઊભા રહે છે. એ સમૂહયજ્ઞ હતો. `ભગવદગીતા’નો એક સૂત્રપાત છે, `સહયજ્ઞ’. હું હંમેશાં કહેતો રહું છું કે મોહાસક્ત ઈન્દ્ર તો ભાગી ગયા! તુલસી પણ લખે છે, `સુરસ્વાર્થી.’ આપણાથી ભૂલ થઈ જાય તો આપણી જાતને એટલી બધી પીડા પણ ન આપવી. જે ઘટના ઘટી છે એને છોડો! એકાંતમાં એવી રીતે બેસી જાઓ કે તમારે અયોધ્યા ન જવું પડે, અયોધ્યાવાળાને તમારી પાસે આવવું પડે. અને પછી વિશ્વામિત્રજી અહલ્યાના પક્ષમાં રહીને કહે છે, `ગૌતમ નારિ શાપ બસ ઉપલ દેહ ધરિ ધીર.’ વિશ્વામિત્રએ એમ નથી કહ્યું કે, `ગૌતમ નારિ પાપ બસ.’ જે ઘટના ઘટે છે એ ઘટી જાય છે! માનવીના શરીરમાં કેવળ હાર્ટ એટેક જ નથી આવતો, ઘણા પ્રકારના એટેક આવે છે! તમારા ઘરમાં તમને અકારણ ક્રોધનો એટેક નથી આવતો? દોષ તમારો નથી. હાર્ટ એટેક આવે છે, એમ જ ક્રોધનો પણ એટેક આવે છે! એવી જ રીતે કામનો અને લોભનો એટેક આવે છે! એ એટેક મનુષ્યનું શુદ્ધ સ્વરૂપ નથી. નિજતા તો બોધ છે, ક્રોધ નથી. તમે લાખ ચાહો તો પણ ચોવીસ કલાક ક્રોધ નથી કરી શકતા, કારણ કે એ વૃત્તિ જ ક્ષણભંગુર છે. તમે શાંત રહી શકો છો, કેમ કે એ સ્વભાવ છે. ઋષિમુનિઓને પણ એટેક આવતા’તા! કેટલીક વૃત્તિઓ કેટલાક સમય માટે આપણને બદલી નાખે છે. એ સમયે બીમારની જેમ એને સંભાળો.

તો દેશના ઋષિ પતિતના પક્ષમાં છે, એ મને બહુ ગમે છે. એ `પાપ બસ’ નહીં, `શાપ બસ’ છે. મારી દૃષ્ટિએ વિશ્વામિત્રનું આ એક બહુ જ મોટું ક્રાંતિકારી નિવેદન છે, રાઘવ, હવે તું પણ તારાપણું બતાવ! ચાલો, કોઈ હરામ થઈ ગયું છે, પણ તું તો રામ છે. એટલા માટે શબ્દાવલિ જુઓ, `ગૌતમ નારી’, પથ્થર નહીં, સ્ત્રી છે. ગૌતમ નારી છે. કેટલીક વૃત્તિઓના એટેકે એને અધીર બનાવી દીધી હતી, પરંતુ રાઘવ, હવે એ ધીર છે, એ મોક્ષ નથી ચાહતી, ધર્મ નથી ચાહતી, અર્થ અને કામનાનો તો સવાલ જ નથી. એ ચાહે છે તમારી કરુણા.

તો આશ્રમનો એક અર્થ મારી વ્યાસપીઠ એવો કરે છે કે, પડેલાને આધાર આપવો. બીજું, આહાર. સન્માન સાથે આહાર આપે એનું નામ આશ્રમ. તમે કોઈની થાળીમાં અન્ન પીરસો ત્યારે સમજવું કે તમે અન્ન નહીં, પણ બ્રહ્મ પીરસી રહ્યા છો. મારી દૃષ્ટિએ ભૂખથી બે વસ્તુ જન્મે છે- ભીખ અને ભેખ. જ્યારે ભેખ જન્મ લે છે ત્યારે કોઈ ભર્તુહરિ બની જાય છે. કોઈ ગોપીચંદ બની જાય છે. સન્માન સાથે આહાર મળે. ગુરુ નાનકદેવ તો કહેતા’તા. `સંગત કરો અને પંગત કરો.’ આટલી બધી સેવા કર્યા પછી આશ્રમનો મુખિયો જેમની સેવા થઈ હોય એમના પ્રત્યે હૃદયથી આભાર પ્રગટ કરે, એનું નામ આશ્રમ. આભાર વ્યક્ત કરે એ આશ્રમ.

ભગવાન રામને વાલ્મીકિજીએ ચૌદ સ્થાન બતાવ્યાં. મારી સમજ મુજબ `રામચરિત માનસ’માં ચૌદ ગુરુગૃહ છે, પછી તમે એને `આશ્રમ’નું નામ પણ આપી શકો. `રામચરિત માનસ’નું પહેલું ગુરુગૃહ છે કૈલાસ. કૈલાસરૂપી ગુરુગૃહ, જ્યાં કોઈ પહોંચી ન શકે એટલી ઊંચાઈ હોય એ ગુરુગૃહ. કોઈ આવે જરૂર, પણ ગુરુનો પાર ન પામી શકે! ગુરુ સ્વીકાર પણ કરશે, પરંતુ એનો કોઈ પાર નહીં પામી શકે. આપણે જેને માપી ન શકીએ એ કૈલાસ ગુરુગૃહ. બીજું, કૈલાસમાં શીતળતા છે. જ્યાં જવાથી ક્યારેય સંતાપ ન થાય, કેવળ શીતળતાનો અનુભવ થાય એ કૈલાસ ગુરુગૃહ. ત્રીજું, સ્થિરતા; કૈલાસ સ્થિર છે. જે સ્થાનમાં સ્થૈર્ય અને ધૈર્ય છે એ ગુરુગૃહ. ચોથું, જ્યાં શુભ્રતા હોય એ ગુરુગૃહ. `રામચરિત માનસ’ની દૃષ્ટિએ બીજું ગુરુગૃહ છે વરાહ ક્ષેત્ર, સુકરખેત. તુલસીનું ગુરુગૃહ કયું? નરહરિ સ્વામી, એમનું વરાહ ક્ષેત્રમાં સ્થાન હતું. તુલસી કહે છે, મારા ગુરુ બોલતા રહ્યા, બોલતા રહ્યા! ગુરુ અવિરત પ્રયત્નોનું પ્રતીક છે.

ક્રમમાં ત્રીજું ગુરુગૃહ છે ભારદ્વાજ ઋષિનો આશ્રમ. જ્યાં રામ આવીને જિજ્ઞાશા કરે છે કે અમે કયા રસ્તે આગળ વધીએ? જ્યાં સૌનો સમન્વય છે એ ગુરુગૃહ. ભરદ્વાજજી સંગમી ગુરુગૃહ છે, સૌનો સમન્વય છે. કુંભમેળો શું છે? મેળાનો અર્થ છે, સૌનું મિલન કરવું; બધાં દર્શનોને એક જગ્યાએ જોડવું. મેળાનો અર્થ સૌને જોડવાનો છે. ભારદ્વાજજીનો આશ્રમ સંગમીપીઠ છે. ગુરુગૃહ એ છે, જ્યાં સૌનો સ્વીકાર થાય. એક વાર મને મીડિયાવાળા પૂછતા હતા કે `આટલાં વર્ષોથી આપ કથા ગાઈ રહ્યા છો, તો આપે કેટલા લોકોને સુધાર્યા?’ મેં કહ્યું, હું સુધારવા માટે નથી નીકળ્યો, હું સૌને સ્વીકારવા માટે નીકળ્યો છું. કોણ સુધારી શકે છે? સ્વીકાર કરો. ચોથો આશ્રમ છે વશિષ્ઠજીનો આશ્રમ, જ્યાં દશરથજી ગ્લાનિ સાથે ગયા છે અને રામ ત્યાં વિદ્યા મેળવવા ગયા છે. પાંચમું ગુરુગૃહ છે વિશ્વામિત્રજીનો આશ્રમ. વિશ્વામિત્રજીના ગુરુગૃહમાં પણ રામ વિદ્યા પ્રાપ્ત કરે છે. બંને વિદ્યાના ગુરુ છે. એકમાં શાસ્ત્રની પ્રધાનતા છે, બીજામાં શસ્ત્રની પ્રધાનતા છે. વિશ્વામિત્રજીએ બલા અને અતિબલા નામની વિદ્યા આપી, જેના પ્રભાવથી લાંબા સમય સુધી ઉપાસકને નથી ભૂખ લાગતી કે નથી તરસ લાગતી. આધ્યાત્મિક અર્થમાં, ગુરુગૃહ એવી વિદ્યા આપે છે કે આપણા જીવનમાં કોઈ કામના ન રહે; ન કોઈ પ્રલોભન ન રહે કે ન કોઈ ભૂખ રહે. છઠ્ઠું ગુરુગૃહ, વાલ્મીકિજીનો આશ્રમ; ત્યાં પણ રામની જિજ્ઞાશા છે, `ભગવન્ અમે ક્યાં રહીએ એ બતાવો.’ જુઓ અમારા રહેવાથી કોઈ વ્યક્તિને ઉદ્વેગ ન થાય એવી જગ્યા અમને બતાવજો. અમારું આવવું સૌને સારું લાગે એવું સ્થાન. વાલ્મીકિ અને રામ બંને સર્જનહાર છે. રામ સૃષ્ટિના સર્જનહાર છે; વાલ્મીકિ રામની લીલાના સર્જનહાર છે.

સાતમો આશ્રમ, અત્રિનો આશ્રમ. ગૃહસ્થના ઘરમાં અસૂયા હોય છે, ગુરુગૃહમાં અનસૂયા હોય છે. મારા દેશની એક મહિલા ચપટીમાં ગંગા લઈ આવે છે! આપણા મનમાં અનસૂયા ન હોય તો આપણે પણ ગંગા પ્રગટ કરી શકીએ છીએ. અનસૂયા કોને કહેવાય છે, ખબર છે? તમારા ક્ષેત્રમાં તમારાથી કોઈ વધારે પ્રગતિ કરે ત્યારે તમારા અંત:કરણમાં જે જલન શરૂ થાય છે, એને અસૂયા કહે છે. નિંદા અને ઈર્ષ્યામાં ભેદ છે. જે જીભથી થાય એ નિંદા અને જીવથી થાય એ ઈર્ષ્યા, અસૂયા. અત્રિનો આશ્રમ ગુરુગૃહ છે. થોડા આગળ વધીએ, શરભંગ આશ્રમ. શરભંગ યોગાગ્નિમાં પોતાને વિલીન કરી દે છે. ત્યારબાદ એક ગુરુગૃહ આવે છે સુતીક્ષ્ણ. એ મોટો પ્રેમી છે. સુતીક્ષ્ણ નાચે છે, ગાય છે! ધર્મ ગાતો હોવો જોઈએ. એક બીજા ગુરુગૃહ વિશે હું કહેવા માગું છું એ છે સ્વયંપ્રભાનો આશ્રમ. ત્યાં કોઈ ઉધાર પ્રભા નથી! ત્યાં કેવળ કથિત-લિખિત વાતો જ નથી. ત્યાં અનુભૂતિનો ભંડાર કર્યો છે; ખુદની નિજતા છે. ગુરુજનો પાસે કેવળ શાસ્ત્રોની વાતો જ નથી હોતી. શાસ્ત્રોને તો સમજાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બાકી હોય છે તો સ્વયંપ્રભા.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
જૂનાગઢ

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

Editor By Editor 5 days ago
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?